તાપી

સરપંચ અને પોલીસની આશિર્વાદથી પરપ્રાંતીયોનો રૌદ્ર સ્વરૂપ,સ્થાનિકો પર હત્યાથી લઈને બહેનો સુધી અત્યાચારો

પોલીસ અને સરપંચની કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી અદા કરવામાં તદૃન નિષ્ફળ

  • ડોલવણમાં સ્થાનિકોની હત્યાઓ,અત્યાચારો થવાનું મુખ્ય કારણ સ્થાનિકોની જમીન મિલકત પચાવી પાડવાનું છે.
  • પરપ્રાંતીયોને સરપંચ,પોલીસો અને કેટલાંક સ્થાનિકોની ગુલામગીરીથી સ્થાનિક રહેવાસીઓ પર જુલ્મ

તાપી જિલ્લાના ડોલવણ ગ્રામપંચાયતમાં ઘણાં સમયથી સ્થાનિક મોટાભાગની પ્રજા આદીવાસીઓ છે. પરંતુ જ્યારથી ડોલવણમાં વેપાર અને ધંધા અર્થે પરપ્રાંતીય દ્રારા અને કેટલાંક સ્થાનિકોની પણ મિલીભગતથી સ્થાનિક રહીશો પર ખાસ કરીને સ્થાનિકોની જમીનો અને માલમિલકતો છીનવી લેવાનાં બહાને હત્યાઓ ,અત્યાચારોનું પ્રમાણ વધતું રહ્યું છે. તે પૈકી આરટીઆઈ એક્ટીવિસ્ટ ચૌધરી અંકુરભાઈ મહેશભાઈ ચૌધરીની હત્યા પરપ્રાંતીયો દ્રારા અને કેટલાંક સ્થાનિકોની મદદગીરીથી બનાવને અંજામ આપવામાં આવ્યો હતો.તે બાબતે શંકાના આધારે અંકુર ચૌધરીના મિત્રોને જ પોલીસોએ ગુનો કબુલી લેવા દબાણ કર્યુ હતું.અને થર્ડડિગ્રી પણ વાપરવામાં આવ્યો હતો.પણ સીસીટીવીના ફુટેજ જોતાં મુખ્ય હત્યારો પોલીસને પકડવાની આખરે ફરજ પડી હતી.તે રાજસ્થાનિ પરપ્રાંતીય લોકોની માહીતી મુજબ છે.અંકુર ચૌધરીની હત્યામાં સોપારી આપનાર દિસીલ રાજુ ખટીક,ભૈયો અંકિત પુષ્પેન્દ્ર અને અજિત ચૌધરીની ચર્ચાઓ છે.

તે બાબતે તા.૩૧/૩/૨૦૨૪ ના રોજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીકમ મંત્રીને સ્થાનિકો દ્રારા અરજી કરીને પરપ્રાંતીયો પર અંકુશ લગાવવા ઠરાવો અને નિયમો ઘડી કાઢવામાં આવ્યાં હતાં.અને ત્યાર બાદ હત્યાનો ભોગ બનનારને ન્યાય અપાવવા તા.૨૦/૦૫/૨૦૨૪ ના રોજ પીએસઓ પોલીસ સ્ટેશન ડોલવણને ગ્રામજનોએ અરજી આપી જણાવ્યું હતું.કે,જ્યાં સુધી હત્યારોઓને જાહેરમાં ફાંસી ન અપાય ત્યાં સુધી બિન આદીવાસીઓની તમામ દુકાનો તા.૨૩/૫/૨૦૨૪ ના રોજથી સદંતર બંધ રહેશે.તે બાબતે બિન આદીવાસીઓની દુકાનો બંધ કરાવવા જતાં મામલો બિચકાયો હતો.અને સોનલબેન ચૌધરીને સ્થાનિક પરપ્રાંતીયોની ગુલામગીરી કરનાર અજીત ચૌધરીએ તમામને જોઈ લેવાની ધમકી પોલીસોની આગળ આપતાં હતાં .અને સોનલબેનને અજિત ચૌધરીએ મારમારી ઈજાઓ પહોચાડતાં તેની ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડાયા હતાં.આમ,ડોલવણ તાલુકાનો માહોલ સરપંચ,પોલીસતંત્ર અને કેટલાંક સ્થાનિકોની ગુલામગીરીને કારણે નાના- મોટા સ્થાનિકો પર હુમલાઓનો એટેક ચાલુ જ રહ્યો છે.

આ તમામ ઘટનાઓ પાછળ સરપંચ,પોલીસતંત્ર અને કેટલાક લેભાગું સ્થાનિકોના આશિર્વાદના કારણે પરપ્રાંતીયો પોતાના હુમલાઓ કરાવવા સફળ થઈ રહ્યાં છે .આટલાં નાના ડોલવણમાં વહીવટીતંત્ર કાયદો અને વ્યવસ્થા નિષ્ફળતાને કારણે કથળી રહ્યો છે .ડોલવણ ક્યારે શાંત થશે ? તે આવનાર દીવસોમાં જોવા મળશે.

 

Related Articles

Back to top button