દેશ

RBI સહિત 11 બેન્કોને ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ, ધમકી આપનારે કરી વિચિત્ર માંગ

મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના મુખ્યાલયને બોંબથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળતાં ખળભળાટ મચ્યો

  • મુંબઈમાં RBI સહિત 11 બેન્કોને બોંબથી ઉડાવી મૂકવાની ધમકી
  • ધમકીભર્યાં ઈમેલમાં કરાઈ વિચિત્ર માંગ
  • શક્તિકાંત દાસ અને નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ
  • ગર્વનર અને નાણાં મંત્રીના રાજીનામાની માંગ શું કામ કરી તે પણ રહસ્ય 

મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

કોણે આપી ધમકી

ધમકી આપનાર પોતાની ઓળખ ખિલાફત ઈન્ડીયા તરીકે આપી છે જોકે પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આ પણ એક પોકળ ધમકી છે જેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી.

ઈમેલમાં કરાઈ વિચિત્ર માંગ

જે લોકોએ આરબીઆઈને ઉડાવી દેવાની ધમકી આપી છે તેમણે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી છે. આ વિચિત્ર કહેવાય. કારણ કે સામાન્ય રીતે તો પૈસા માટે ધમકી અપાતી હોય છે પરંતુ આ તો જુદુ નીકળ્યું. બે હસ્તીઓના રાજીનામા લેવા માટે બોંબથી ઉડાવી મૂકવાની ધમકી આપવામાં આવી.

11 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી 

આરબીઆઈની ઓફિસ ઉપરાંત એચડીએફસી બેન્ક (એચડીએફસી) અને આઈસીઆઈસીઆઈ બેન્ક સહિત 11 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. પોલીસે આ તમામ સ્થળોએ તપાસ કરી હતી, પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું. એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button