તાપી

વ્યારા પાલિકાના અધિકારીઓની આળસના લીધે 1.46‎કરોડનો વોટરપાર્ક પ્રોજેક્ટ 2 વર્ષથી પાણીમાં

કોન્ટ્રાક્ટર કામ ​​​​​​​અધૂરૂં છોડી ગયો, જે પતાવવા ફરી 4 વાર ટેન્ડરિંગ પણ કોઇ આગળ નથી આવતું‎

વ્યારા નગરજનોનું શ્રી રામ તળાવ પાર્કમાં 1.46 કરોડના ખર્ચે વોટરપાર્કની સુવિધાનું સ્વપ્ન પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની નિષ્ક્રિયતાના ભોગે હાલ અધૂરૂ રહી ગયું છે. પાલિકા વિકાસલક્ષી કામ ત્રણ તબક્કામાં કરવાનું આયોજન કર્યું હતું.

પરંતુ પ્રથમ તબક્કાનું આરસીસી કામ જ 25 ટકા જ પૂરું થયું હતું, એજન્સીએ કામ આગળ નહી કરવા છતાં, પાલિકાના જવાબદારો નિષ્ક્રિય રહ્યા હતા, પરિણામે વિકાસલક્ષી કામ એજન્સી અધૂરું છોડી ચાલી ગઈ હતી. ત્યારબાદ બીજા અને ત્રીજા તબક્કાનું કામ માટે પાલિકાએ ચાર વખત ટેન્ડરીંગ કરવા છતાં, એક પણ એજન્સી કામ કરવા આગળ આવી નથી. બે વર્ષથી નગરજનો વોટરપાર્કનો પ્રોજેક્ટની વાટ જોઈ રહી છે. બીજી તરફ હાલ મહત્વલક્ષી વિકાસના કામનો પ્રોજેક્ટ ટલ્લે ચઢતા વોટરપાર્કનું સપનું રોળાઈ રહ્યું છે.

આ મુજબ આયોજન હતું‎
18,000 સ્કેવર મીટરમાં બનનારા વોટરપાર્કમાં આરસીસી માટે 24 લાખ, રાઇડ અને પ્લેટફોર્મ માટે 1.22 કરોડનું કામ નક્કી કર્યું હતું. જેમાં સ્પારરાલ સ્લાઈડ, ક્લોઝ ટયુબ સ્લાઈડ, મલ્ટીલેન્ડ, ટ્યુબ સ્લાઈડ, વેવ પુલ જેવી 5 રાઇડ મુકવાનું આયોજન અગાઉ કર્યું હતું.

આ કારણે કોઇ કામ હાથમાં નથી લેતું
4 વખત ટેન્ડરિંગ કરવા છતાં કોઈ એજન્સી આગળ નહી આવવા પાછળનું કારણ તજજ્ઞોએ જણાવ્યું હતું કે પાણીનું કામ એક્સપર્ટ એજન્સી જ કરી શકે. દા.ત. 100 લિટર પાણીની ક્ષમતાનું કામ 400 લિટર ક્ષમતાને ધ્યાનમાં રાખીને કામ કરવું પડતું હોય છે. એક્સપર્ટ એજન્સીને આ રકમ ઓછી પડે છે.

RCCનું કામ પૂર્ણ થતાં જ કામગીરી બંધ
પાલિકાનું 1.46 કરોડના ખર્ચે ત્રણ પાર્ટમાં વોટરપાર્ક બનાવવાનું આયોજન હતું. જેમાં પ્રથમ પાર્ટમાં આરસીસીનું કામ પૂર્ણ થયા બાદ કામ બંધ થઈ ગયું છે. બીજાં અને ત્રીજા પાર્ટમાં અંદાજિત 1.22 કરોડના ખર્ચે રાઇડનું પ્લેટફોર્મ અને રાઈડ મુકવાનું પ્રોજેક્ટ હતો. જે ચાર વખત રી ટેન્ડરો કર્યા છે. પરંતુ કોઈ ટેન્ડર ભર્યું નથી.

નવું ટેન્ડર બહાર પાડ્યું છે
હાલ નવા ટેન્ડર માં 94 લાખ નું સિવિલ વર્ક અને 1. કરોડ ના ખર્ચે વોટર પાર્ક રાઇડ નાં નવા એસઓ એસ પ્રમાણે નવું ટેન્ડર પ્રક્રિયા બહાર પાડી છે. વોટર પાર્કનું પ્રથમ તબક્કાનું અધૂરું કામ મૂકી જનાર એજન્સીની ડિપોઝિટ નગરપાલિકામાં જમા છે. મૃણાલ જોશી, ચેરમેન બાંધકામ વિભાગ

વોટરપાર્ક માટે હજુ 2-3 વર્ષ રાહ જુઓ
વૉટરપાર્કના પ્રથમ સ્ટેજમાં આરસીસી કામનું ટેન્ડરિંગ થયું હતું, ત્યારબાદ 25 ટકા જ કામગીરી થઈ હતી, એજન્સી અધૂરી કામગીરી છોડી ચાલી ગઈ છે. જેથી હજુ બે તબક્કાનું કામ શરૂ થઈ શક્યું નથી. આગામી બે ત્રણ વર્ષ સુધી નગરજનોને વોટરપાર્ક મળે એવી શક્યતા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button