સુરત

15નવે.થી 25 જાન્યુ. સુધી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આધુનિક રથો યોજનાકીય માહિતી સાથે તૈયાર થઈ ગામેગામ ભ્રમણ કરશે

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાપાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને લાભાર્થીઓને ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય તેવા હેતુથી સુરત જિલ્લામાં તા.15મી નવે.થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાશે.

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જન-જાતિય ગૌરવ દિવસથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યુ છે. યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી પહોંચાડવા વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે.

સુરત જિલ્લામાં તા.15મી નવેમ્બરે મહુવા, બારડોલી અને માંડવી તાલુકા ખાતેથી વિકાસતી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે.

  • જેમાં બારડોલી તાલુકાના બાબેન ખાતેથી સવારે 10.00 વાગે વન અને પર્યવારણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ યાત્રાનો પ્રારંભ કરાવશે.
  • જયારે પલસાણા તાલુકામાં 3 જાન્યુઆરી,  તથા
  • માંગરોળમાં 4થી જાન્યુઆરીએ,
  • ઉમરપાડામાં 16 ડિસેમ્બરે,
  • ચોર્યાસી તાલુકામાં 8 ડિસેમ્બરે,
  • ઓલપાડમાં 22 નવેમ્બરે,
  • કામરેજમાં 3 જાન્યુઆરીએે યોજાશે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાનો લાભ લેવા પાત્ર છે પરંતુ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button