માંડવી

માંડવી તાલુકાના જામકુઈ ગામેથી સોલર સિસ્ટમની 17 ડિશો તેની અંદાજિત કિંમત રૂપિયા 1,70,000/ની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી ફરાર.

માંડવીના જામકુઈ ગામે સને -2011 માં આગાખાન સંસ્થા નેત્રંગના સહયોગથી સોલર સિસ્ટમ ફીટ કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ 25 /11/ 2023 ના રોજ મધ્ય રાત્રી એટલે કે, તારીખ 26/ 11/ 2023 ના રોજ રાત્રે 2-00વાગ્યાના અરસામાં જામકુઇ ગામના અમૃતભાઈ ફતેસિંગભાઈ વસાવા ના ખેતરમાં કુવા પર ગોઠવેલ સોલાર સિસ્ટમ ઇન્સ્ટ્રુમેન્ટ ની 17 ડીસો એંગોલો સાથેથી ખોલી કોઈક અજાણ્યા ઈસમો ચોરી કરી ફરાર થઈ ગયા છે.
હકીકત એવી છે કે, જામકુઈ ગામના અમૃતભાઈ ફતેસિંગભાઈ વસાવા ના કુવા પર સને- 2021 માં આગાખાન સંસ્થા નેત્રંગ અને સેલ એનર્જી કંપની સહયોગથી સોલાર સિસ્ટમ પેનલ ગોઠવી સોલાર વીજ પુરવઠો ચાલુ કરી આપવામાં આવ્યો હતો.
જે ગત માસની તારીખ 26 /11 /2023 ના રોજ રાત્રે ના બે વાગ્યાના અરસામા કોઈક અજાણ્યા ઈસમો દ્વારા સોલાર સિસ્ટમની 17 ડીશો લોખંડની એંગોલો સાથે ફીટ હતી ત્યાંથી ખોલીને ચોરી ગયા છે. તેની જાણ તારીખ 26 /11 /2023 ના રોજ સવારે ખબર પડતા હમોએ આજુબાજુમાં શોધખોળ કરતા તેની કોઈ ભાળ ન આવતા હું અમૃતભાઈ તથા પ્રમુખ /મંત્રીની સંયુક્ત સહીથી તારીખ 27 /11/ 2023 ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં જામકુઈ ગામેથી સોલાર સિસ્ટમની 17 ડીશો કોઈ અજાણ્યા ઈસમો મારફતે ચોરી ગયા હોવાની તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવા અને તેમની ધરપકડ થવા બાબતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી હતી.
માંડવી તાલુકાની અંદર વારંવાર ઈલેક્ટ્રીક મોટરો તથા વીજ વાયરો ની ચોરી થતી હોવાની અનેક ફરિયાદો થઈ હોય ત્યારે આવી ચોરી કરનાર ઇસમોની ટોળકી ને માંડવી પોલીસ કર્મીઓ ઝડપીથી પકડી પાડે. તેવી કાર્યવાહી થવા પોલીસ તંત્ર સજાગ બને તેવું લોકો જણાવી રહ્યા છે.
સુરત જિલ્લા પોલીસ વહીવટી તંત્ર સુરત જિલ્લાની અંદર આવા અવનવા થતા ચોરીના કિસ્સાઓને રોકવા અધતન ટીમો બનાવી વહેલીમાં વહેલી તકે આવી ચોરી કરનાર ટોળકીને પકડી પાડે અને જેલ હવાલે કરે તેવું સ્થાનિક પ્રજા ઈચ્છી રહી છે. હવે પ્રજાએ જોવાનું રહ્યું જામકુઈ ગામેથી થયેલ સોલાર સિસ્ટમની17 ડીસોનો ચોરીનો કાંડ ક્યારે પકડશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button