માંગરોળ

ઝંખવાવ ગામે પોલીસની રેડમાં ગાયના માસનું વેચાણ કરતા ખાટકીઓ પાસેથી રૂ. 56,850નો મુદ્દામાલ કબજે લીધો

ગાયની કતલ કરી રહેલા 2 આરોપી ભાગી છૂટ્યા; 100 કિલો ગૌમાંસ, 2 ગાય, 4 વાછરડા સહિત રૂ. 56,850નો મુદ્દામાલ કબજે લીધો

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મુલતાની ફળિયામાં પોલીસે રેડ કરી 100 કિલો ગૌમાંસ 2 ગાય, 4 વાછરડા મળી કુલ 56,850નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે ગાયની કતલ કરનારા બે આરોપીઓ અંધારનો લાભ લઈને ભાગી છુટતા આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા હતા.

સુરત વિભાગ પોલીસ મહાનિરીક્ષક, વાબાંગ ઝમીર, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નિધિ ઠાકુર, સુરત ગ્રામ્ય સુરત વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે.વનાર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગૌ-વંશના ગુનાઓ બનતા અટકાવવા આવી અસામાજીક પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા માટેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને ઝંખવાવ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એ.જે.દેસાઇએ આ દિશામાં કામગીરી શરૂ કરી હતી અને બાતમી મળી હતી કે ઝંખવાવ ગામે મુલતાની ફળિયામાં રહેતા અકબર રહીમ મુલતાની તેના ઘરમાં ગાયોની કતલ કરે છે.

જેથી તેમણે અન્ય કર્મચારીઓની સાથે ઝંખવાવ ગામે મુલતાની ફળિયામાં આરોપી અકબર રહીમ મુલતાનીના રહેણાંક મકાનમાંની અંદર રેડ કરતા મકાનની પાછળના ભાગે આવેલ પતરાના શેડમાં બે ઈસમો ગાયોનું કતલ કરતા નજરે પડ્યા હતાં. ત્યારે બન્ને ઈસમ ભાગી ગયા હતા. આ જગ્યાએ જોતા ગૌમાંસ તથા તેમની બાજુમાં કતલ કરવા માટે 2 મોટી ગાય તથા 4 નાના વાછરડા બાંધેલા હતા.

કતલ કરાયેલ ગાયનું માથું, ગૌમાંસ આશરે 100 કિલો.ગ્રામ કિં.રૂપીયા 10000/- તથા માંસ કાપવા માટે ત્રણ ગોળાકાર લાકડાના ટુકડા બે મોટા છરા કિં.રૂપીયા 300/- તથા ચાર નાની છરી કિં.રૂપીયા.400/- તથા તથા એક લાકડાના હાથાવાળી કુહાડી નંગ 1 કિ.રૂપીયા 200/- એક વિવો કંપનીનો મોબાઇલ નંગ-૦1 કિ.રૂપિયા 5000/- કતલ કરવા માટે લઈ આવેલ મોટી ગાય નંગ-૨ જેની કિંમત રૂ.20,000/- તથા નાના વાછરડા નંગ-04જેની કિંમત રૂ.20,000/-ગણી કબ્જે કરવામાં આવેલ છે. કુલ્લે કિં.રૂપીયા 56850/- નો મુદ્દામાલ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ છે અને પોલીસની રેડ દરમ્યાન નાસી જનાર અકબર રહીમ મુલતાની (રહે. ઝંખવાવ ગામ મુલતાની ફળિયું તા. માંગરોલ જિ.સુરત)ને તથા અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button