તાપી

સોનગઢના રામપુરા કોઠાર ગામમાં ખેતરમાંથી 2 સોલાર પેનલની ચોરી

સોનગઢ તાલુકાના રામપુરા કોઠાર ગામે આવેલ ખેતર માંથી સિંચાઇ સુવિધા માટે ગોઠવવામાં આવેલી સોલાર પેનલ પૈકી ની બે પેનલ કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.આ અંગે મળેલી વિગત મુજબ હાલ વ્યારાના મુખ્ય બજાર વિસ્તારમાં રહેતા ઝરકસીસ ભાઈ ફરામરોઝ જોખી સોનગઢ તાલુકાના રામપુરા કોઠાર ગામે ખેતી ની જમીન ધરાવે છે અને તેમાં હાલ આંબાના વૃક્ષો વાવ્યા છે.

આ વૃક્ષોને સિંચાઇના પાણી પીવડાવવાના કામ માટે સબ મર્શિબલ ગોઠવવામાં આવ્યો છે અને તેને ચલાવવા માટે સોલાર પેનલની વ્યવસ્થા પણ તેમણે પોતાના ખેતરમાં કરી છે.ગત અઢારમી એ સવારે 8 થી 9.30 ના સમયમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમની વાડીમાં પ્રવેશ્યો હતો. તેણે સબ મર્શિબલ સાથે ગોઠવવામાં આવેલી સોલાર પેનલ પૈકી ની 02 પેનલ તેના બોલ્ટ ખોલી ચોરી કરી નાસી ગયો હતો.

આ બનાવ અંગે વાડી ની રખેવાળી કરતાં જોસેફ ભાઈ ગામિતે ઝરકસીશ ભાઈ ને જાણ કરતાં તેઓ એ સોનગઢ પોલીસ મથકે રૂ.10,000 ની કિંમતની બે સોલાર પેનલ ની ચોરી કરી જવા સંદર્ભે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ અંગેની વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button