માંડવી

આમલી ડેમમાંથી પાણી છોડાતાં 21 ગામ એલર્ટ કરાયાં

માંડવી તાલુકાના આમલીડેમમાંથી પાણી છોડાતાં નીચાણવાળા 21 ગામોને એલર્ટ કરી દેવાયા છે.

જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા પ્રમાણે આમલી ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની સપાટી 115.80મીટરની રૂલ લેવલ છે. શનિવારે ડેમની સપાટી સવારે 115.75 મીટર સુધી પહોંચી ગઇ હતી. જ્યારે રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી 100 ક્યુસેક સુધીનું પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદીના કિનારે આવેલા ગંગાપુર લિમ્દા, બુણધા, દેવગીરી, દેવગઢ, કોલખડી, માલ્દા, જુનવાણ, વિસડાલિયા, ફુલવાડી, અંધારવાડી, ગોડધા, મોરીઠા સાલૈયા, વલારગઢ, કરવલી, ગોડસંબા, કાછીયા બોરી, ગોદાવાડી, ખરેલી, ગવાછી, પીપરીયા,વરેલીને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં નદીના પટમાં ઢોર ઢાખર નહીં લઇ જવા માટે મનાઇ ફરમાવવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button