માંગરોળ

ઉમરપાડાના 51 ગામો સહિત કુલ 73 ગામોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે વિધાન સભાના સત્રમાં તાપી કરજણ લિંક યોજના માટે બજેટમાં રૂ.220 કરોડ મંજુર

રાજ્ય સરકારે વિધાનસભા સત્રમાં તાપી કરજણ લિંક માટે ચાલુ વર્ષના બજેટમાં રૂપિયા 220 કરોડની જોગવાઈ કરી મંજૂર કરતા આદિવાસી વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. પૂર્વ કેબીનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની રજુઆતના પગલે સુરત જિલ્લાનો ઉમરપાડા તાલુકો અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સિંચાઈ માટે તાપી-કરજણ લીક માટે રૂ. 711 કરોડ મંજુર કર્યા હતા, જે પૈકી ચાલુ વર્ષના બજેટમાં રૂા.220 કરોડ (બસો વીસ કરોડ) મંજુર કરાતા સરકારનો આભાર લોકોએ માન્યો હતો

આ યોજનાની લંબાઈ 42 કિ.મી. છે જે થકી ઉમરપાડા તાલુકાના 51 અને ડેડિયાપાડા તાલુકાના 22 ગામો મળી સંપુર્ણ રીતે આદિવાસી વિસ્તારના 73 ગામોને સીધો ફાયદો થશે અને 537770 એકર જમીનને સિંચાઈના પાણીનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાઈપ લાઈન વિસ્તારમાં આવતા 100 નાના ચેકડેમ તથા ગામના તળાવમાં પાણી ભરવામાં આવશે આ યોજનામાં 4 પમ્પીંગ સ્ટેશન (સકાતકાશી ગામે-૩ અને કેવડી ગામે-1) થકી 500 ક્યુસેસ પાણી વહન થશે. ચીકદા તા.ડેડિયાપાડા અને ઉમરગોટ તા.ઉમરપાડા ખાતે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભુ કરાશે. જેને લઇ આ વિસ્તારમાં સિંચાઇનું પાણી મળી રહેશે. અગાઉની અનેક સરકારોમાં આદિવાસી સમાજની વર્ષો જુની માંગણી અને લાગણી હતી.

ઉકાઈ ડેમનું પાણી ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના આદિવાસી ખેડૂતોને આપવામાં આવે જે સિંચાઈ માટે ભાજપ સરકારે મોટી યોજના મંજુર કરાવી આ લોક ઉપયોગી કામ મંજુર થતા માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને મંત્રી મુકેશભાઇ પટેલ તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનો ઉમરપાડા સંગઠન તથા જિલ્લા / તાલુકા પંચાયતના સદસ્ય, પ્રજાજનો તથા આગેવાનોએ આભાર વ્યકત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button