રમતગમત

કેપટાઉનમાં રોહિત સેનાએ રચ્યો ઈતિહાસ, 31 વર્ષની પ્રતિક્ષા પૂરી થઈ, સા.આફ્રિકાનો ઘમંડ ચૂર

ભારતીય ક્રિકેટ ટીમે કેપટાઉન ટેસ્ટમાં જીતની સાથે 31 વર્ષની પ્રતિક્ષા પૂરી કરી છે. આ પહેલા 1993ની સાલમાં ભારતે કેપટાઉનમાં ટેસ્ટ જીતી હતી.

  • 31 વર્ષ બાદ ભારતે સાઉથ આફ્રિકાનો ઘમંડ તોડ્યો
  • કેપટાઉન ટેસ્ટમાં મેળવી ધમાકેદાર જીત 
  • ટેસ્ટ 1-1થી સરભર કરી
  • સાઉથ આફ્રિકા પહેલી ઈનિંગ-  55 રન બીજી ઈનિંગ 176 રન 
  • ભારત પહેલી ઈનિંગ 153 રન- 98 રનની લીડ 
  • ભારતને મળ્યો 79 રનનો ટાર્ગેટ- 3 વિકેટમાં પૂરો કરીને 7 વિકેટથી જીત મેળવી 

કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટથી પરાજય આપીને સીરિઝ 1-1થી સરભર કરી નાખી છે. 31 વર્ષ બાદ ભારત સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ જીત્યું છે. આ પહેલા 1993ની ટેસ્ટમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું ત્યાર પછી ભારત એક પણ ટેસ્ટ જીતી શક્યું નહોતું. કેપટાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કુલ 7 મેચ રમાઈ હતી જેમાંથી 4માં ભારતનો પરાજય થયો હતો જ્યારે 3 મેચ ડ્રોમાં પરિણમી હતી.

રોહિત સેનાએ કેમ ઈતિહાસ રચ્યો

હકીકતમાં 1993ની સાલમાં કેપટાઉનમાં રમાયેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી જે પછી સાઉથ આફ્રિકાએ ભારતને 4 વાર ટેસ્ટમાં હરાવ્યું હતું. ત્યારથી આજ દિન એટલે 31 વર્ષના સમયગાળામાં ભારત એક પણ ટેસ્ટ જીત્યું નહોતું હવે રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડીયાએ સાઉથ આફ્રિકાનો ઘમંડ તોડીને ટેસ્ટ જીતી લીધી હતી જોકે સીરિઝ ન જીતી શક્યું.

2જી ટેસ્ટનું સરવૈયું 

પહેલી ઈનિંગમાં સાઉથ આફ્રિકા 55 રનમાં ઓલઆઉટ
સામે ઈન્ડીયાએ કર્યાં 153 રન- 98 રનની લીડ
સાઉથ આફ્રિકા બીજી ઈનિંગ- 176 રન
ભારતને મળ્યો 79 રનનો ટાર્ગેટ- 3 વિકેટમાં પૂરો કરીને 7 વિકેટથી જીત મેળવી

કેપટાઉનમાં ભારત-દક્ષિણ આફ્રિકાનો ટેસ્ટ રેકોર્ડ

  • 1993 – ટેસ્ટ મેચ ડ્રો
  • 1997 – ભારત 282 રનથી હાર્યું
  • 2007 – ભારત 5 વિકેટથી હાર્યું
  • 2011 – મેચ ડ્રો
  • 2018- ભારત 72 રનથી હાર્યું
  • 2022- ભારત 7 વિકેટથી હાર્યું
  • 2024- ભારત 7 વિકેટે જીત્યું

મેચની સ્થિતિ શું હતી?

આ મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ સિરાજે કેર મચાવ્યો હતો અને 15 રન આપીને 6 વિકેટ લીધી હતી અને આખી આફ્રિકન ટીમ 55 રનમાં જ ધરાશાયી થઇ ગઇ હતી. આ પછી ભારતીય ટીમે બીજી ઈનિંગમાં 153 રન ફટકાર્યા હતા અને 98 રનની લીડ મેળવી હતી. જસપ્રિત બુમરાહે બીજી ઇનિંગમાં ભારત માટે કમાલ કરી અને 6 વિકેટ લીધી. આ ઇનિંગમાં આફ્રિકાની ટીમે 176 રન બનાવ્યા હતા. ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

બીજી ટેસ્ટમાં બન્ને ટીમની પહેલી-બીજી ઈનિંગ કેવી રહી 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ સીરિઝ યોજાઈ હતી. પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ભારતને 1 ઈનિંગ અને 32 રનથી હરાવ્યું હતું અને સીરિઝમાં 1-0થી આગળ થયું હતું. બીજી ટેસ્ટમાં ભારતની દમદાર બોલિંગને કારણે સાઉથ આફ્રિકા ફક્ત 55 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં ટીમ ઈન્ડીયાએ 153 રન ફટકાર્યાં હતા તેથી ભારતને 98 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં સાઉથ આફ્રિકા 176 રનમાં સમેટાઈ ગયું અને આ રીતે જીતવા માટે ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ભારતે 3 વિકેટ ગુમાવીને પૂરો કરી લેતા તેને 7 વિકેટથી જીત મળી અને આમ તેણે સાઉથ આફ્રિકાનો ઘમંડ તોડ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button