આણંદગુનો

આણંદ કલેક્ટર ઓફીસમાં કેમેરો લગાવનારનો થયો પર્દાફાશ

મહિલા એડિશનલ કલેકટર કેતકી વ્યાસ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.

જિલ્લા કલેકટર ડી.એસ. ગઢવીની ચેમ્બરમાં કેમેરો લગાડવાની ઘટનામાં અંતે FIR દાખલ કરવામાં આવી છે. જેમાં મહિલા એડિશનલ કલેકટર  કેતકી વ્યાસ સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. કલેકટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમા એડિશનલ કલેકટર  કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને અન્ય એક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કલેકટરની અશ્લીલ હરકતમાં કેમેરામાં કેદ થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આણંદ કલેકટરની રંગરેલિયા મનાવતી વિડીયો ક્લીપ વાયરલ થવાની ઘટના અંગે ગુજરાત એટીએસએ ફરીયાદ નોંધી છે. કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને હર્ષ  ચાવડા વિરુદ્ધ  ફરિયાદ નોંધવામાં આવી છે. આણંદના તત્કાલિન કલેક્ટરના વીડિયો મુદ્દે તપાસ તેજ થતા આગામી સમયમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, કલેક્ટર ઑફિસકાંડનો વીડિયો CMO સુધી પહોંચ્યો હતો. કલેક્ટર ઑફિસમાં કોણે સ્ટીંગ કરાવ્યું તેની તપાસમાં આજે મોટા ખુલાસા થયા છે. તત્કાલીન કલેક્ટર ડી.એસ.ગઢવીએ અશ્લિલ હરકતો કરી હતી તે સત્ય છે. જો કે, તેમને આ રીતે કેમ ફસાવવામાં આવ્યા તે પણ મોટો પ્રશ્ન છે.

આણંદના કલેકટરને સરકારે કર્યા સસ્પેન્ડ

આઈએએસ ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અશિસ્તના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૂળ મહેસાણાના વતની ડી.એસ.ગઢવીએ ઈલેક્ટ્રોનિક્સ વિષય સાથે બી.ઈ.નો અભ્યાસપૂર્ણ કરીને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. 2015ના પ્રોબેશનરી આઈ.એ.એસ દિલીપ એસ ગઢવીએ 2022માં આણંદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યો હતો, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મિલિંદ બાપનાને આણંદ કલેકટરનો એડિશનલ ચાર્જ સોપંવામાં આવ્યો છે.

શું છે મામલો

ગઢવીનો એક વિવાદાસ્પદ વીડિયો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. તેની તપાસ ઉચ્ચ કક્ષાની કમિટી કરી રહી છે અને હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ ખેડાના ડીડીઓ હતા ત્યારે પણ એક વિવાદમાં ફસાયા હતા. હવે તેમને આણંદ કલેકટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે.

તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે ધોળકા, પાલનપુર તથા અંબાજી માતા દેવસ્થાનના વહીટવદાર તરીકે ફરજ બજાવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે તથા આઈ.એ.એસમાં નોમીનેશન થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખેડા, ડાંગ અને સુરત ખાતે તેમજ ગ્રામ વિકાસ વિભાગમાં ડેપ્યુટી કમિશ્નર તરીકે કામગીરી કરી છે. આણંદ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, આણંદ જિલ્લો વિકાસક્ષેત્રે ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે. જિલ્લામાં સાયન્સ અને ટેકનોલોજીના વધુ ઉપયોગ સાથે રોજગારીનું સર્જન થાય, તેના માધ્યમથી લોકોનો આર્થિક વિકાસ થાય અને જીવનશૈલી વધુ સરળ બને તે માટેના કાર્યોને પ્રાધાન્ય આપવાના તેમણે નેમ વ્યક્ત કરી હતી.

કોને સોંપવામાં આવી જવાબદારી

ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવતાં મિલિંદ બાપનાને આણંદ કલેકટરનો વધારાનો ચાર્જ સોપંવામાં આવ્યો છે. હાલ મિલંદ બાપના આણંદના ડિસ્ટ્રિક્ટ ડેલપમેન્ટ ઓફિસર છે. તેઓ મૂળ રાજસ્થાનનાં ઉદયપુરના વતની છે. તેમણે કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમજ બેગ્લોર ખાતેથી બિઝનેશ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને વર્ષ 2017માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે. મિલિંદ બાપના અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડીપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button