ગુજરાતદક્ષિણ ગુજરાતબારડોલીબ્લોકરાજ્યસુરત

બારડોલી પાલિકાના શાસકો અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નગરજનો માટે મહત્વના વિકાસ કામો અટવાયા

૨.૧૩ કરોડના ૩ કામો અધૂરા રહેતા નગરજનોને આ ચોમાસે પણ હાલાકી

બારડોલી નગરપાલિકાના  પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નગરજનો માટેની સુવિધાના ૨.૧૩ કરોડના ૩  પ્રોજેક્ટ વિકાસના કામો ચાલુ છે. અને ચોમાસુ સીઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ કામ હજુ બાકી રહી જતાં, બારડોલીવાસીઓને ચોમાસુ સીઝનમાં તકલીફ સહન કરવી પડી રહી છે. જેમાં એક કામમાં સાઈડ કલિયરન્સ કરવામાં ખાસો સમય ગુમાવ્યો, બીજા કામમાં કામ કરવું કે નહી, આ મુદ્દે નિર્ણય નહી કરતા એક વર્ષ વિતી ગયું. તો આ કામો ક્યારે પૂરા થશે? બારડોલીવાસીઓ આ પ્રશ્નો વિચારતા રહી ગયા છે. ત્રીજા કામમાં નહેરની હદમાં બાંધકામ કરવાનું હોય, સિંચાઇ વિભાગમાં જાણ કરવા વગર જ બાંધકામ કરતા અટકાવ્યું હતું અને જે નીવાડો લાવવામાં સમય પસાર થતા કામ ચોમાસુ પહેલા પૂરું થઈ શક્યું નથી. અને હવે ક્યારેકપૂરું થશે એનું પણ નક્કી નથી.

પાલિકાના શાસકો અને અધિકારી વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે કામો સમયસર શરૂ કરી શક્યા નથી. અને જે શરૂ થયા, એવા સમય મર્યાદામાં પૂરા થઈ શક્યા નથી. પાલિકાના અધિકારીઓની વિકાસના કામો યોગ્ય દિશા સાથે થાય, અને ગુણવત્તા પણ જળવાઈ રહે એ જોવાની જવાબદારી હોવા છતાં પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે.

શાસકો વિકાસના કામો બાબતે ગૂંચવણ હોય દિશા નિદર્શન કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે. પરંતુ આ કમી બંને વચ્ચે દેખાય છે. જેના કારણે જ ત્રણ મહત્વના કામો ચોમાસુ પહેલા પૂરા થઈ શકે તેમ હોવા છતાં હજુ ચાલુ છે. કયારે પૂરું થશે, એ સમય જ બતાવશે. પણ નગરજનો ચોમાસુ સીઝનમાં ત્રણે વિકાસના કામ પૂરા નહી થતાં તકલીફ સહન કરશે, એ નક્કી છે.

ડી.એમ.નગરની બોક્સ કલવર્ટનું કામ પણ અધૂરું
ડી.એમ. નગરમાં ચોમાસુ સીઝનમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હતી, એનું કારણ એ કે, ખુલ્લી ખાડીમાં પાઇપ નાખી પુરાણ કરતા, વરસાદી પાણી પુરતા પ્રમાણમાં અવરોધ થતાં સોસાયટીમાં પાણીનો ભરાવો થતો હતો. જેના નિવારણ માટે પાલિકાએ ખાડીમાં બોક્સ કલવર્ટનું કામ કરવાનું નક્કી થયું હતું. ટેન્ડરમાં ૨૮ લાખના ખર્ચે કામ કરવાનું નક્કી થયું હતું. પરંતુ બોક્સ કલવર્ટના કામ બાબતે જગ્યા અંગે નક્કી કરવામાં સમય વધારે પસાર કર્યો હતો. આખર ૪ માસમાં કામ પૂરું કરવાની શરત સાથે કામ ચાલુ કર્યું હતું.

પરંતુ હજુ ઘણું કામ બાકી છે. વરસાદ શરૂ થઈ ગયો છે, ત્યારે સોસાયટીના રહીશોએ પાણી ભરાવાની સમસ્યા સહન કરવી જ રહી. જ્યારે ધામડોદ માર્ગની સોસાયટીના રહીશો માટે નગરમાં જવાનો શોર્ટક્ટ રસ્તો પણ છે, પરંતુ કામ ચાલુ હોવાથી ૪ માસથી બંધ છે, અને ચોમાસું સીઝન બંધ રહે એવી સ્થિતિ હાલ જણાઈ છે.

શામરિયામોરમાં પણ બોક્સ ડ્રેઈનનું કામ અટવાયું
શામરિયામોરની ખાડીમાં પાછલા વર્ષે મોટા પાઇપ નાખીને માટી પુરાણ કરવામાં આવ્યું હતું, ચોમાસમાં પાણીનો નિકાલ નહી થતાં રસ્તા અને ઘરમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. અંતે પાઇપ બહાર કાઢીને બોક્સ ડ્રેઈનનું કામ કરવાનું નક્કી ગત વર્ષે જ થયું હતું. જેના માટે ૯૦ લાખના ખર્ચે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કામ કરવું કે નહી, અવઢવમાં ખાસો સમય પસાર કર્યો, અને નિર્ણય લઈ શકયા નહી. થોડા સમય પહેલા જ કામ શરૂ કરવામાં આવ્યું હતું. નવ માસના સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું હતું. પરંતુ થઈ શક્યું નથી,  માટે ફરી ચોમાસુ સીઝન દરમિયાન પાણી ભરવાની સમસ્યા નગરજનોએ સહન કરવી પડશે. પાણીનું ડાયવર્જન માટે સાઈડમાં પાઇપ નાખીને લાઈન કરવા છતાં પાણી ખાડીના માર્ગે વહી રહ્યું છે. ત્યારે કામ કરવું મુશ્કેલ હોય, વહીવટી ખામીના કારણે નગરજનોને વધુ એક ચોમાસુ તકલીફ પડશે.

કેનાલ રોડ પર પણ સંરક્ષણ દિવાલનું કામ બાકી… 
બારડોલીના કેનાલ માર્ગના નવીનીકરણ બાદ તેની મજબૂતી માટે સંરક્ષણ દિવાલ કામ હાથ ધરાયું હતું. ૯૫ લાખના ખર્ચે ૯ માસમાં કામ પૂરું કરવાની શરતે પાલિકાએ કામગીરી શરૂ કરાવી હતી. પરંતુ સિંચાઇ વિભાગને જાણ થતાં બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. પાલિકાએ સિંચાઇ વિભાગમાંથી મંજુરી મેળવી ન હતી. છેવટે નિવેડો લાવવામાં ખાસો સમય પસાર થયો. ત્યારબાદ મંજુરી મેળવી ફરી કામ શરૂ કર્યું. પરંતુ હજી ઘણું કામ બાકી હોય, વરસાદ શરૂ થઈ જતા, આ માહોલમાં કામ પૂરું થઈ શકે તેવી સ્થિતિ જણાતી નથી. આવા સંજોગોમાં માર્ગનું ધોવાણ થઈ શકે છે. ધોવાણના કારણે માર્ગ તુટી શકે. આ સ્થિતિ આવવા પાછળ માત્રને માત્ર પાલિકાના શાસકો અને અધિકારીઓ જ જવાબદાર કહી શકાય.

એજન્સી દ્વારા કામોની સમય અવધિ વધારવા રજૂઆત કરાઇ
ત્રણ વિકાસના કામોની એજન્સી સમય અવધિ વધારી આપવા રજૂઆત કરાતા એકની સમય અવધિ વધારાઇ છે, જ્યારે બીજા કામ અંગે બોડી નિર્ણય કરશે. જેનીશ ભંડારી, બાંધકામ અધ્યક્ષ,નગરપાલિકા બારડોલી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button