ગુજરાતતાપીદક્ષિણ ગુજરાતરાજ્ય

તાપી જિલ્લામાં વરસાદ ધીમો થતાની સાથે પંચાયત હસ્તકનાં 36માંથી 30 રસ્તાઓ ખોલી દેવાયા જ્યારે 6 બંધ

તાપી જિલ્લામાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે હાલ જિલ્લામાંથી પસાર થતી નદીઓ શાંત થઈ હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.

ગતરોજ તાપી અને ડાંગ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા, પૂર્ણાં અને વાલ્મિકી નદી બે કાંઠે વહી રહી હતી. ગતરોજ નદી બે કાંઠે વહેતા તેના પર આવેલા લો લેવલ પુલો પાણીમાં ગરક થયા હતા. તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લાના આવા 36 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપી જિલ્લામાં આજે વરસાદે વિરામ લીધો હોય તેમ ડોલવણને બાદ કરતાં જિલ્લામાં નહિવત છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.

ગતરોજ નદીમાં ગરકાવ થઈ ગયેલાં પુલો પરના પાણી ઓસરી જતા રસ્તાઓ પુનઃ શરૂ કરી દેવામાં આવ્યા છે. આજે ફક્ત 6 જ રસ્તાઓ સાવચેતીના ભાગરૂપે બંધ છે. જેમાં વ્યારાના 2, ડોલવાનનો 1 અને સોનગઢના 3 જિલ્લા પંચાયત હસ્તગતના આંતરિક રસ્તાઓ બંધ કરાયા છે. જેને લઈ જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે. પંચાયત હસ્તકના 6 જેટલા રસ્તાઓમાં વ્યારા તાલુકાના કેળકુઇ ગાંધી ફળીયાથી હાઈસ્કુલને જોડતો રસ્તો, જેતવાડી એપ્રોચ રોડ જ્યારે ડોલવણ તાલુકાના વિરપુર ઉમરકચ્છ જોઇનીંગ એસ.એચ રોડ અને સોનગઢ તાલુકાના સાદડવેલ એપ્રોચ રોડ ચે. 0/0થી 0/2, સાદડવેલ એપ્રોચ રોડ ચે. 1/2થી 1/4, હનુમંતીયા ધમોડી રોડ રસ્તા હાલ તંત્ર દ્વારા બંધ કરાયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button