ગુજરાતદેશરાજ્ય

ગુજરાતના 30 લોકો ફસાયા, અમરનાથની યાત્રામાં

રાજ્ય સરકારને કરી બચાવ રાહતની અપીલ

હાલમાં, જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર મુસાફરોને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. આ યાત્રાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ અંદાજિત કુલ ૮૪ હજારથી પણ વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. અને અમરનાથ યાત્રા હિન્દુઓ માટે પવિત્ર મનાઈ છે અને હિન્દુઓ આ યાત્રા પોતાના જીવન દરમિયાન કરે છે જ્યારે હાલમાં પણ અમરનાથ યાત્રાએ અનેક ગુજરાતીઓ ગયા છે. ત્યારે હાલમાં  અમરનાથ યાત્રામાં ગુજરાતના ૩૦ જેટલા લોકો ખરાબ હવામાનના કારણે ફસાયા છે. ફસાયેલા લોકોએ વીડિયો શેર કરી અને ગુજરાત સરકાર પાસે મદદની માંગણી કરી છે.

હાલ ખરાબ હવામાનને કારણે કોઈ પણ યાત્રાળુને પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન સાફ થયા બાદ જ યાત્રાળુઓને આગળની યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. યાત્રાળુઓને હાલમાં રામબનના ચંદ્રકોટ ખાતે રોકવામાં આવ્યા છે. અહીં ભક્તો માટે નાસ્તા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન અનુકૂળ થયા બાદ યાત્રાળુઓને ગુફા તરફ મોકલવામાં આવશે. ત્યારે ખરાબ વાતાવરણના કારણે ૩ દિવસથી ગુજરાતના ૩૦ જેટલા લોકો ફસાયા છે. જેમાં સુરતના ૧૦ અને વડોદરાના ૨૦ લોકોનો સમાવેશ થાય છે.

ફસાયેલા યાત્રાળુની સરકારને આજીજી…
અમરનાથ યાત્રામાં છેલ્લા ૩  દિવસથી ફસાયેલા ગુજરાતના ૩૦  લોકો ખરાબ વાતાવરણ અને વરસાદને પગલે બીમાર પડી રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે. ટેન્ટ અને ગાદલાં પલળી ગયા છે. ત્રણ દિવસ થી ફસાયા છીએ. માયનસ ડિગ્રી તાપમાન છે. અને સાથે ૧૪ વર્ષની દીકરી છે. અમને રેસ્ક્યૂ કરો. અમને તરત જ લઈ જાય અહી થી. ખૂબ થડી થી તાવ આવી ગયો છે.

આ યાત્રા ૩૧ ઓગસ્ટના પૂર્ણ થશે યાત્રા
અમરનાથ યાત્રામાં આવેલા યાત્રીઓને  વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.  જેમાં લંગર, આરોગ્ય સુવિધાઓ, પોનીવાલા, પિત્તુવાલા, દાંડીવાલા અને અન્ય ઘણી સહાય શિબિર નિર્દેશકોની દેખરેખ હેઠળ છે.  ૬૨  દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા ૩૧  ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ સમાપ્ત થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button