ગુનોમાંગરોળ

માંગરોળના માંડણ, આંબાવાડી સહિત ચાર ગામોમાં 3.50 લાખની વીજ ચોરી ઝડપાઈ

માંગરોળ તાલુકાના માંડણ આંબાવાડી, વાંકલ, ચાંદણીયા સહિત ચાર ગામોમાં વીજ કંપનીએ વહેલી સવારે દરોડા પાડી રૂપિયા 3,50 લાખની ઝડપી પાડી દંડનીય બિલ ફટકારતા વીજ ચોરો માં ફફડાટ વ્યાપી ગયો હતો. વાંકલ, માંડણ વિસ્તારોમાં વીજ લાઈન લોસ વધતા સ્થાનિક માંગરોળ વીજ કચેરી અને બારડોલી વિભાગીય વીજ કચેરીની સાત જેટલી ટીમોએ ઉપરોક્ત તમામ ગામોમાં વહેલી સવારમાં જ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું કુલ 300 જેટલા વીજ કનેક્શનને ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 24 જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપી પાડી હતી. તમામ વીજ ચોરોને દંડનીય બિલો ફટકારવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button