તાપી

તાપી જિલ્લામાં 4 અધિક મદદનીશ ઈજનેરને ફરજ મોકૂફ કરાયા

અલગ-અલગ તાલુકા પંચાયતમાં 8 કામોનું ડુપ્લિગેશન કર્યું

તાપી જિલ્લાના અલગ અલગ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા 4 અધિક મદદનીશ ઈજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા. તાપી જિલ્લાની અલગ અલગ આશ્રમ શાળામાં રેઇન વોટર હરવેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું હતું. જે કામ ફરી તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવતા કામોમાં ડુપ્લિગેશન સામે આવતા ફરજ મોકૂફ કરાયા છે.

તાપી જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરી દ્વારા કામોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કામોનું ડુપ્લીકેટ બહાર આવ્યું હતું. તેમાં કુલ 8 કામો જેની અંદાજિત કિંમત 40 લાખ હોઈ જેનું ડુપ્લિગેશન કરવામાં આવ્યું હતું તેને લઈને તપાસ બાદ તાપી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધ્વનિ પટેલ, અનિલ ગામીત, ગિરીશ ચૌધરી અને અજય ચૌધરી નામના અધિક મદદનીશ ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Related Articles

Back to top button