ગુનોનર્મદા

સેલાંબામાં શાંતિ ડહોળનાર ઈસમોના 4 દિવસના રિમાન્ડ મંજૂર

નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થર મારાની ઘટના બાદ લૂંટફાટ ઘટના બની હતી. જેના વીડિયો પણ વાઇરલ થતાં સાગબારા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ કોમી તોફાન મામલે પોલીસે શાંતિનો માહોલ બનાવી દીધો હતો. ત્યારબાદ આ ઘટનામાં વસીમે ફરિયાદ કરી હતી કે, તેઓને કેટલાક બુકાનીની ધારકો ધમકી આપે છે. સાથે વસીમ તેની પુત્રી સાથે જતો હતો ત્યારે તેની ઉપર કેટલાક બાઈક સવારે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો અને આ હુમલામાં બાળકી અને તેના ઉપર બ્લેડથી ઘા કર્યા હોવાનો પણ દાવો કર્યો હતો. જેની સાગબારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

આ બાબતે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ફરિયાદી વસીમનો આરોપ ખોટો છે અને વસીમે જાતે જ બીજા પાસે ધમકી ભર્યા કોલ કરાવતો હતો અને જે હુમલો થયો તેની ફરિયાદ કરી એ બાબતે પોલીસે ખુલાસો કર્યો. આ ઉપરાંત તેણે જાતે જ બ્લેડના ઘા માર્યા હતા અને તેની નદીમ શેખે મદદ કરી હતી. ત્યારે આજે આ તમામ ઘટનાને લઈ ફરિયાદ કરનાર જ આરોપી નીકળતા પોલીસે વસીમની અટકાયત કરી હતી. હજી આ ઘટનામાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી રહી છે.

સાગબારા પોલીસે સેલંબામાં શાંતિ ડહોળવાની કોશિશ કરતા વસીમ શેખ અને મુંબઈના નદીમ શેખને પોલીસે ધરપકડ કરી 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 4 દિવસના રિમાંન્ડ આપતા હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં વસીમે પોતાનું મહત્ત્વ વધારવા આ પગલું ભર્યું હોય એમ સ્વીકાર્યું છે.હજી વધુ માહિતી પોલીસ તપાસ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button