પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ચક્રવાતી તોફાને ભારે તબાહી મચાવી છે.

4ના મોત, 170 ઘાયલ..

  • ઈલેક્ટ્રીક થાંભલાઓ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તોફાન શમી ગયા બાદ સર્વત્ર તબાહીના ચિન્હો જોવા મળ્યા હતા

ચક્રવાતી તોફાને પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ભારે તબાહી મચાવી છે. આ વિસ્તારમાં તોફાન, વરસાદ અને કરાથી ભારે નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અનેક મકાનોને નુકસાન થયું છે. જલપાઈગુડી એસપીએ અકસ્માતમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે. 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચક્રવાતના કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારને વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા બાદ અનેક મકાનો ધરાશાયી થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

રવિવારે જલપાઈગુડીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું છે. ઈલેક્ટ્રીક થાંભલાઓ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તોફાન શમી ગયા બાદ સર્વત્ર તબાહીના ચિન્હો જોવા મળ્યા હતા. લોકોએ પોતાના ઘરમાંથી તૂટેલી વસ્તુઓ એકઠી કરવા માંડી હતી. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જલપાઈગુડી એસપીએ ચક્રવાતને કારણે ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે.

170 ઘાયલ, મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચક્રવાતને કારણે થયેલી તબાહી પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે મૃતકો અને ઘાયલોના નજીકના સંબંધીઓને યોગ્ય વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે જિલ્લા વહીવટીતંત્ર મૃતકોના પરિજનો અને ઘાયલોને નિયમો અનુસાર અને MCCનું પાલન કરીને વળતર આપશે. જલપાઈગુડી સરકારી મેડિકલ કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને વાઇસ પ્રિન્સિપાલનું કહેવું છે કે ચક્રવાત બાદ 170થી વધુ દર્દીઓ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં આવ્યા છે. જેમાંથી 49 દર્દીઓને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. દરેકની સારવાર કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button