ડાંગ

સાપુતારામાં દર્દનાક અકસ્માત: લાકડા ભરેલી ટ્રક કાર પર પડતાં કચ્ચરઘાણ, 4 લોકોના કમકમાટી છૂટી જાય તેવા મોત

સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકો કાળનો કોળિયો બની જતા અરેરાટી મચી છે.

  • ડાંગ જિલ્લામાં આજે ગોઝારા અકસ્માતની ઘટના
  • કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકો કાળનો કોળિયો
  • અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારના સભ્યો ગાંધીનગરના પાલજના હોવાનું અનુમાન

ડાંગ જિલ્લામાં આજે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર રજી નંબર GJ-18 BM-0701 પસાર થઈ રહી હતી. આ વેળાએ લાકડા ભરેલ ટ્રક તેની પર પલટી જતા અરેરાટી મચી હતી. આ દરમિયાન કારમાં સવાર 4 પ્રવાસીઓના મોત થતા માર્ગ મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારના સભ્યો ગાંધીનગરના પાલજ ખાતે રહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ એક વ્યક્તિને ગંભીર ઇજા થવા પામી છે.

ઓળખ માટેની તજવીજ હાથ ધરી

સાપુતારા ઘાટ પાસે લાકડાં ભરેલી ટ્રક અને ક્રેટા કારના અકસ્માતમાં એકી સાથે 4 લોકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી છે. આ મામલે જાણ થતા વાહનચાલકો અને આજુબાજુના લોકો એકઠા થયા હતા. બીજી બાજુ અકસ્માતને પગલે રોડ પર ટ્રાંફિક જામ પણ થયો હતો. આ મામલે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવા સહિતની અને ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી.

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

કારનો કચ્ચરઘાણ નીકળી જતા કાર કઈ કંપનીની છે તે ઓળખવું પણ મુશ્કેલ બને તેવું હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર તમામ 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. હાલ પોલીસે મોંતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button