ગુજરાતદક્ષિણ ગુજરાતબારડોલીરાજનીતિરાજ્યસુરત

બારડોલી ડી.એમ.નગરના 40 ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા

નગરમાં રાત્રિના બે કલાકમાં 6 ઇંચ વરસાદ વરસતા નગરની ઘણી સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ડી.એમ.નગર અને એમ. એન.પાર્ક સોસાયટી, તેમજ શિવ શકિત સોસાયટીમાં અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.

પાણી ભરાવાના મુખ્ય કારણમાં બારડોલી ગામના નકશામાં નાળું હતું, પરંતુ પાછળથી નકશા માં ફેરફાર કરતા નાળું કાઢી, આ ખાડીમાં પાઇપ નાખી પુરાણ કરી દેતા, ઉપરવાસમાંથી આવતું પાણીનો નીકાલનો યોગ્ય રસ્તો મળી શકતો નથી.જેના કારણે ડી.એમ.નગર અને એમ એન.પાર્ક સોસાયટીઓમાં અને ઘરોમાં પાણી ભરાઈ જાય છે.

અગાઉ જ્યાં ખુલ્લી ખાડી હતી, એ પુરાણ કરીને સોસાયટીનું નિર્માણ થઇ ગયું હોવાથી પાણીનો રસ્તો પૂરતો મળતો ન હોવાથી, હવે પાણી ભરાવાની સમસ્યા કાયમી રહી શકે. ભવિષ્યમાં વરસાદી પાણીનો ભરાવો, અન્ય સોસાયટીઓમાં પાણી ઘરમાં બેક મારીને નીકળી શકે છે. પાલિકા ભલે મોટી વાતો કરતી હોય, ભારે વરસાદ થાય તો, પાણીનો નિકાલ થવો મુશ્કેલ છે.

જેનું કારણ ખાડી પુરાઈ જતાં, હાલ સોસાયટી ઊભી થઈ રહી છે. માટે ઉપરવાસમાંથી ખેતરાડી સહિતનું પાણી ખાડીમાં જ આવતું હોવાથી નિકાલનો ખુલ્લો રસ્તો બંધ થઈ જતા, ડી.એમ.નગરમાં 40 જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, બીજા ઘરમાં રાત્રે જવું મુશ્કેલ બન્યું હતું. ઘરોમાં એક ફૂટ, જ્યારે સોસાયટીમાં કમરથી વધુ પાણી ભરાયાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button