ગુજરાતદેશરાજનીતિ

BJP ની પહેલી યાદીમાં ગુજરાતમાં આ 5 સાંસદોના પત્તા કપાયા

હજુ 11 સીટ પર 'ખેલ' બાકી

લોકસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં PM મોદી વારાણસીથી અને અમિત શાહ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડશે. આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની 15 બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 સાંસદોની ટિકિટ કપાઈ ગઈ છે. ખાસ છે કે, આગામી દિવસોમાં ગુજરાતની અન્ય 11 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં BJPના કયા નેતાઓની ટિકિટ કપાઈ?

  1. પોરબંદર – રમેશ ધડુક
  2. બનાસકાંઠા – પરબત પટેલ
  3. પંચમહાલ – રતનસિંહ રાઠોડ
  4. રાજકોટ – મોહન કુંડારિયા
  5. અમદાવાદ પશ્ચિમ – કિરીટ સોલંકી

ભાજપે તેની પ્રથમ યાદીમાં 34 કેન્દ્રિય મંત્રી અને રાજ્ય મંત્રીઓ, 1 લોકસભા અધ્યક્ષ અને બે પૂર્વ મુખ્યમંત્રીના નામ સામેલ કર્યા છે. જેમાં 28 મહિલાઓ, 50થી ઓછી ઉંમરના 47 યુવા ઉમેદવાર, SCના 27 ઉમેદવારો, STના 18 ઉમેદવારો, OBCના 57 ઉમેદવારો છે. આમ તમામ વર્ગો અને સમાજને પ્રતિનિધિત્વ આ પહેલી લિસ્ટમાં આપવામાં આવ્યું છે.

આ યાદીમાં UPથી 51 સીટ, પશ્ચિમ બંગાળથી 20 સીટ, મધ્ય પ્રદેશથી 24 સીટ, ગુજરાતની 15 સીટ, રાજસ્થાનમાં 15, કેરળમાં 12 સીટ, તેલંગાણામાં 9 સીટ, અસમમાં 11 સીટ, ઝારખંડમાં 11 સીટ, છત્તીસગઢમાં 11 સીટ, દિલ્હીમાં 5 સીટ, જમ્મુ કાશ્મીરમાં 2, ઉત્તરાખંડમાં 3, અરુણાચલ પ્રદેશમાં 2, ગોવામાં 1 ત્રિપુરામાં 1, અંદામાન-નિકોબારમાં 1, દમણ અને દીવમાં 1 સીટની જાહેરાત કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button