નર્મદા

નર્મદાના નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ/ઉપ સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી

જોકે આટલી મોટી ઘટના નાંદોદ ટીડીઓ ને ખબર નથી કે આવી કોઇ દરખાસ્ત તેમની કચેરીમાં આવી છે.

નાંદોદ તાલુકા પંચાયતના ઢોલાર ગામના સરપંચ સુધા વસવા અને ઉપ સરપંચ સુશીલા વસાવા વિરુદ્ધ ગ્રામપંચાયતના પાંચ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત મુકી છે.

બંને મહિલા સત્તાધીશો અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય વહીવટ કરતી હોવાનો આક્ષેપ નારાજ સભ્યોએ લગાવ્યો છે.

સરપંચ અને 8 સભ્યો ધરાવતી ગ્રામપંચાયત ઢોલાર ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ વિરૂધ્ધ પાંચ સભ્યો વિક્રમ વસાવા, સુભદ્રા વસાવા, જયશ્રી વસાવા, લતા વસાવા અને શિલ્પા વસાવા એ લેખિતમાં ગ્રામપંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી રજૂઆત કરી કે સરપંચ અને ઉપ સરપંચ બંને ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ કરે છે. ગ્રામપંચાયતમાં મંજુર થયેલા વિકાસનાં કામો સમય મર્યાદામાં પુર્ણ કરતા નથી જેના કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, આજની તારીખમાં પણ વર્ષોથી મંજુર થયેલા નાળાઓ ફક્ત સરકારી ચોપડે મંજુર થઈને પડી રહ્યા છે. સભ્યોને લેખીત કે મૌખીક જાણ કર્યા વગર બરોબાર ઠરાવો કરી દેતા આવેલ છે જે યોગ્ય નથી. અને અમો સભ્યાની જાણ બહાર ઠરાવો કરી દેવામાં આવે છે. આવા કારણો સર ઢોલાર ગ્રામ પંચાયતનાં સભ્યો સરપંચ ઉપ સરપંચ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવાની દરખાસ્ત મુકી છીએ. જોકે આટલી મોટી ઘટના નાંદોદ ટીડીઓ ને ખબર નથી કે આવી કોઇ દરખાસ્ત તેમની કચેરીમાં આવી છે.

15 દિવસમાં સામાન્યસભા બોલાવવા કહ્યું છે ગ્રામપંચાયતના સભ્યોએ સરપંચ ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ કેટલાક મુદ્દાને આધારે કરી છે જેની ફાઈલ તાલુકા ઓફિસે મોકલી આપી છે. આ સાથે 15 દિવસની મુદતમાં સરપંચ સામાન્ય સભા બોલાવે જેમાં વિશ્વાસ પ્રાપ્ત કરે એ માટે સામાન્ય સભા બોલાવવા નોટિસ આપી છે. પરંતુ હજુ સુધી કોઈ લેખિત આપ્યું નથી. > બકુલા પટેલ, તલાટી

આવી કોઇ દરખાસ્ત મળી નથી તાલુકા કક્ષાએ આવી કોઈ દરખાસ્ત મળી નથી. અત્યાર સુધી મારી પાસે આવી કોઈ બાબત આવી નથી મને કોઈ જાણ નથી. > અંજલિ ચૌધરી (ટીડીઓ નાંદોદ)

 

Related Articles

Back to top button