બારડોલી

શું વાત કરો છો? આચારસંહિતાના લીધે બારડોલીમાં 5.26 કરોડના વિકાસના કામો અટવાય ગયા હતા!

પણ, હાશ! આચારસંહિતા હટતા જ બારડોલીના લોકોએ હાશકારો લીધો. કેમ કે, આચારસંહિતા હટતા જ બાકી કામો ફરી શરૂ થયા.

તાજેતરમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા ઉઠતા જ 2 માસથી વધુ સમયથી વિકાસના કામની ટેન્ડર પ્રક્રિયા ખોરંભે ચઢી હતી, જે કામગીરી ફરી શરૂ કરવા માટે ધમધમાટ શરૂ થયો છે. ત્યારે બારડોલી નગર પાલિકાએ હાલ 5.26 કરોડના વિકાસના કામોની ટેન્ડર પ્રક્રિયા કરવાની કામગીરી હાથ ધરી છે. જેમા ખૂબ જ મહત્વનું શામરિયામોરા વિસ્તારમાં ખાડીમાં બોક્સ ડ્રેઈન બનાવવાનું કામ, ગૌરવપથ અને ગાંધીરોડની સ્ટ્રીટ લાઇટ માટે સોલાર રૂફટોપ, ડોર ટુ ડોર ઘન કચરો કલેક્શનનું કામ માટે, અને રોજનો રોજ ઘન કચરાનો નિકાલ કરવા માટેની કામગીરી માટે ચૂંટણી પહેલાં જ ટી.એસ. અને વહીવટી મંજૂરી મળી ગઈ હતી, માત્ર ટેન્ડર પ્રક્રિયા કરવાનું વાંકે રહી ગયું હતું.

નગરના મધ્યમાં શામરિયામોરા વિસ્તારમાં અધિકારીઓ યોગ્ય માપ લેવામાં ગોથું ખાવાથી માત્ર 40 મીટર ખાડીમાં કામ બાકી રહી ગયું છે. વરસાદ પહેલા કામ કરવામાં નહી આવે તો, ચોમાસુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નડી શકે છે. જેથી પાલિકાએ આચારસંહિતા પૂરી થતાં જ 43 લાખનું ટેન્ડરની પ્રોસિજર કરવાનું શરૂઆત કરી છે.

ફાયદો : નગરપાલિકા 27 જેટલા વાહનો અને 70 જેટલા કર્મચારીઓ ડોર ટુ ડોર ઘન કચરો કલેક્શન માટે કામ કરતા કર્મચારીઓનો પગાર, ડીઝલ, મેન્ટેનન્સ સહિત મહિને 15 લાખનો ખર્ચ સ્વભંડોરમાંથી થતો, જે વર્ષે દોઢ કરોડ રૂપિયા જેટલો થતો હતો. જે બચી જશે.

ગૌરવપથ અને ગાંધીરોડ પર સોલાર રૂફ્ટોપ નાખવા માટે પાલિકાએ એસ્ટીમેંન્ટ તૈયાર કરીને વહીવટી અને ટીએસ પણ મંજૂર કરાવી હતી. માત્ર ટેન્ડર પ્રકિયા કરવાની બાકી હોય, આચારસંહિતા દૂર થતાં જ હાલ ટેન્ડરિંગની કામગીરી શરૂ કરી છે. પાલિકાના બંને રોડના શોપિંગ પર 1.90 કરોડના ખર્ચે 196 કિલો વોટનો સોલારરૂફ્ટોપ મૂકવા ટેન્ડર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

નગરમાં અત્યાર સુધી ડોર ટુ ડોર ઘનકચરો કલેક્શન કરવા માટેનો ખર્ચે સ્વભંડોરમાંથી કરવામાં આવતો હતો. હવે એના માટે 15માં નાણાંપંચ ગ્રાન્ટમાંથી કરવાનું નક્કી થયું હોવાથી અગાઉ પણ ટેન્ડર થયું હતું, પણ એજન્સી ડીસકવોલિફાઈ થઇ હતી.ત્રીજો પ્રયાસ માટે ટેન્ડર કરવા સમયે આચારસંહિતા જાહેર થઈ હતી. હાલ ઉઠતા જ 1.80 કરોડના ખર્ચે ત્રીજી વખત ટેન્ડર કરવામાં આવશે. જેમાં સાધન અને માણસો પાલિકાના રહેશે. બાકીનો ખર્ચે એજન્સીએ કરવાનો રહશે.

ફાયદો : આ કામ થતાં રહેણાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા દૂર થશે. વધુમાં શામરીયામોરા ચોકમાં માર્ગમાં પાણી ભરાવાની સમસ્યાનું પણ સમાધાન થઈ શકે.

ફાયદો 😐 ભીનો સુકો કચરો રોજ અલગ કરીને ડે ટુ ડે નિકાલ કરવામાં આવશે. જેથી ડપિંગ સાઈડ પર ઢગલા નહી થાય, વધુમાં કચરામાં આગની ઘટનાઓ બનતા ધુમાડો અને દુર્ગંધ નજીકના રહેણાક વિસ્તારમાં આવતો હોવાની ફરિયાદ પણ અટકી જશે.

પાલિકાનો નાંદિડામાં ડપિંગ સાઈડ આવેલ છે. જ્યાં રોજનો ડોર ટુ ડોર કલેકશન કરતો ઘન કચરો અહી ખાલી કરવામાં આવે છે. પરંતુ રોજના ટનબંધી નીકળતો કચરાનું નિકાલ કરવામાં નહી આવતા કચરાના ઢગલા લાગ્યા છે. આવા સંજોગોમાં રોજનો કચરો રોજ નિકાલ કરવા માટે 1.13 કરોડનો એસ્ટીમેન્ટ મંજૂર થઈ જતાં હાલ ટેન્ડર પ્રક્રિયા બાકી હોય, જે માટે કામગીરી શરૂ કરી છે.

ફાયદો: ગાંધીરોડ પર 122 અને ગૌરવપથ પર 261 સ્ટ્રીટ લાઇટનું વીજબિલ દર મહિને અંદાજીત 40થી50 હજાર રૂપિયા ભરવામાં આવે છે. જે બિલ ભરવાનું સોલાર રુફ્ટોપની સુવિધાથી કાયમી દૂર થશે.

Related Articles

Back to top button