ડાંગરમતગમત

ડાંગના 6 ખેલાડીએ 19 મેડલ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિ.માં મેળવ્યા

મહારાષ્ટ્રના પૂણે બાલેવાડી સ્ટેડિયમમાં નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિ.નું આયોજન થયું હતું

ડાંગનાં 6 યુવા ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમાં 19 મેડલ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ-2023માં મેળવ્યા છે.  ગત 11 થી 13મી ઓક્ટોબર દરમિયાન નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ સમર ચેમ્પિયનશીપ-2023 મહારાષ્ટ્રનાં પુણે બાલેવાડી સ્ટેડિયમમાં યોજાઈ હતી.


ગુજરાત રાજ્યમાંથી 30 વિદ્યાર્થીનું આ ચેમ્પિયનશીપ માટે સિલેક્શન કરાયું હતું. જેમાં ગુજરાતની ટીમમાં ડાંગ જિલ્લાનાં 6 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું. આ ટીમમાં 3 વિદ્યાર્થિનીનું સિલેક્શન થયું હતું, જેમાં સિનિયર ગર્લ્સ વિદ્યાર્થિનીમાં સહારે ભાવનાબેન અનદભાઈ (રહે. નાંદનપેડા)ને ટીમ ગેમમાં ગોલ્ડ મેડલ અને ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે જુનિયર ગર્લ્સમાં જોશી અનન્યાબેન મહેન્દ્રભાઈ સેવન્થ ડે સ્કૂલ આહવાએ ટીમ ગેમમાં સિલ્વર મેડલ ટીમ ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ અને ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આકાંક્ષાબેન જેકબભાઈ સન્ડે ઉ.મા. સરકારી શાળા આહવાને ટીમ ગેમમાં સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ, ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એન્ટીવિઝન ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

જ્યારે જુનિયર બોયમાં મિતેશભાઇ ગોકુલભાઈ પરદેશી ઉ.મા. સરકારી શાળા આહવાએ ટીમ ગેમમાં અને ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને યુથ બોયમાં રાહુલભાઈ શ્યામભાઈ સિંઘ સેવન્થ ડે સ્કૂલ આહવાએ ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ અને ટીમ ડિસ્ટન્સ સિલ્વર મેડલ મેળવ્યો છે, સિનિયર બોયઝમાં પૃથ્વીભાઈ વસંતભાઈ ભોયેએ ટીમ ટાર્ગેટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને એન્ટીવિઝન ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યુ છે. ગુજરાત ટીમે કુલ 71 મેડલ મેળવ્યા છે.જેમાંથી ડાંગનાં છાત્રોએ 19 મેડલ મેળવી નામ રોશન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button