નર્મદા

નર્મદા સુગર ફેક્ટરી આગામી 1 જૂને શેરડીના પીલાણના બીજા હપ્તાના 63 કરોડ ખેડૂત સભાસદોના ખાતામાં જમા કરશે

સરકારનું DBT સપનું સહકારી ક્ષેત્રે પણ જોવા મળે છે

ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ ઓનલાઇન વહીવટ કરતી નર્મદા સુગર ફેક્ટરી, ધારીખેડાના સંચાલકો દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આગામી 1 જૂને શેરડીના પીલાણના બીજા હપ્તાના 63 કરોડ ખેડૂત સભાસદોના ખાતામાં નાખવામાં આવશે.

જે તે ખેડૂતના શેરડીના કટિંગનો મેસેજ જે તે ખેડૂતના મોબાઈલમાં જાય છે. વજનનો મેસેજ પણ જાય છે આમ તેને કેટલા રૂપિયા લેવાના તે તમામ વિગત ખડૂતને નર્મદા સુગર દ્વારા આપવામાં આવેલી એપમાં જાણવા મળે છે. ત્યારે રાજ્યમાં નર્મદા સુગર સંપૂર્ણ ઓનલાઇન સિસ્ટમથી ચાલે છે.

આ બાબતે નર્મદા સુગરના એમ.ડી. નરેદ્ર પટેલે જણાવ્યું હતું કે, નર્મદા સુગર ફેક્ટરીમાં ચાલુ વર્ષે 7,84,429 મેટ્રીકટન શેરડી પીલાણ કરવામાં આવી હતી. જેમાં સુગર ફેક્ટરીના ખેડૂત સભાસદો દ્વારા શેરડી પોતાના ખેતરમાં વાવણી કરીને જે તૈયાર થઈ જતા કટિંગ કરીને સુગર ફેક્ટરીમાં મોકવામાં આવી છે. જેનું વજન પ્રમાણે જેતે ખેડૂત સભાસદને મળવાપાત્ર નાણાં પણ ખડૂત સભાસદના ખાતામાં સીધા જમા ગણતરીની મિનિટોમાં કરવામાં આવે છે. ત્યારે બીજો હપ્તો 1 જૂનના રોજ 63 કરોડ રૂપિયા ખેડૂત સભાસદના ખાતામાં જમા કરવામાં આવશે. આ જાહેરાતથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

Related Articles

Back to top button