બારડોલી

સુમુલની બારડોલી બેઠકની ચૂંટણીમાં 8 ઉમેદવાર મેદાને

સુમુલની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં 8 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.  ચકાસણીમાં તમામના ફોર્મ માન્ય રહેતા હાલમાં તો 8 ઉમેદવાર મેદાનમાં છે. હવે 26મીએ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીને લઈને સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે.

ચૂંટણી જાહેર થઈ ત્યારથી વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે આ બધા વિવાદો વચ્ચે ઉમેદવારી પત્રો લઈ જનાર તમામ આઠ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં એક મહિલા ઉમેદવારનો પણ સમાવેશ થાય છે.

ભાજપ દ્વારા ત્રણ ઉમેદવારોને જ ઉમેદવારી નોધાવવા માટે જણાવવામાં આવ્યું હતું.જેમાં બિપિનભાઈ ચૌધરી, રાજેશભાઈ પટેલ અને દિપકભાઈ પટલેનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી જ ભાજપ દ્વારા કોઈ એક ઉમેદવારનું મેન્ડેટ આપવામાં આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

બારડોલી બેઠકના ઉમેદવારોની યાદી સુમુલની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં બારડોલીની ધી બારડોલી નાગરિક સહકારી બેન્ક દ્વારા કડોદના કેતન પટેલ અને કાંટી ફળિયાના સુરેશ રાનીયા વિરુદ્ધ વાંધા અરજી દાખલ કરાઇ હતી. સુરેશ રાનીયાએ બેન્ક પાસેથી લોન લીધી હતી. જેના બાકીદાર હોય તેમનું ફોર્મ રદ કરવા અને કેતન પટેલ તેમના જામીન હોય તેમનું ફોર્મ પણ રદ કરવા માટે રજૂઆત કરાઇ હતી. જો કે આ મામલે સુરેશ રાનીયા અને કેતન પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ જવાબો રજૂ કરી યોગ્ય પુરાવા આપવામાં આવ્યા હતા. આથી બારડોલી નાગરિક બેન્ક દ્વારા આ વાંધા અરજી પાછી ખેંચી લેવામાં આવતા બંને ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા.

  • રીટાબેન જયેશભાઇ હળપતિ (તરભોણ)
  • દીપકભાઈ અમથાભાઈ પટેલ (ખરવાસા)
  • રાજેશભાઈ ઈશ્વરલાલ પટેલ (ઉતારા)
  • કેતનભાઈ જશુભાઇ પટેલ (કડોદ)
  • બીપીનચંદ્ર ચંદુભાઈ ચૌધરી (બાલ્દા)
  • ચેતનકુમાર મનુભાઈ પટેલ (ઇસરોલી)
  • સુરેશભાઈ રાનીયાભાઈ ચૌધરી (કાંટી ફળિયા)
  • સંદીપસિંહ નરપતસિંહ એરથાણા (માણેકપોર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button