માંડવી

માંડવી-ઝંખવાવ રોડ પર રૂપણ ગામની સીમમાં પિકઅપ પલટી જતાં 8ને ઈજા અકસ્માત

માંડવી ઝંખવાવ રોડ પર રૂપણ ગામની સીમમાં ગત રોજ બપોરના બારેક વાગ્યાના અસરસામાં મજૂરી કામ કરતાં માણસો ભરી જતી પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવતાં પિકઅપ ગાડીની અડફેટે બાઈક સવારને લઈ લીધો હતો. ત્યારબાદ ટેમ્પો પલટી મારી જતાં ટેમ્પોમાં બેઠેલા મજૂરોને વધી ઓછી ઈજા પહોંચી હતી.

સ્થાનિક સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરખડી ગામે વાંસ કાપવા મહારાષ્ટ્ર આવેલા મજૂરોનું કામ પુરુ થતાં ડોલવણ ખાતે વનવિભાગના વાંસ કાપવા પિકઅપ ટેમ્પો (MH-20AT-8119)માંડવી ઝંખવાવ રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં. તે દરમિયાન રૂપણ ગામની સીમમાં આગળ અન્ય રોડ પરતી પસાર થઈ રહ્યા હતાં. તે દરમિયાન રૂપણ ગામની સીમમાં અન્ય ફોરવ્હીલને બચાવવામાં બાઈક (GJ-AS-0385)ને અડફેટમાં લઈ લેતા બાઈક સવાર શ્રેયશભાઈ તથા હિનાબહેનને અડફેટમાં લઈ લેતા ઈજાઓ પહોંચી હતી. બાઈકને અડફેટમાં લીધા બાદ સ્ટિયરિંગ પર કાબૂ ગૂમાવતાં પિકઅપ ટેમ્પો રોડ સાઈડે પલટી મારી ગયો હતો. ટેમ્પોમાં બેઠેલા મજૂરોને વધતી ઓછી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામને માંડવી સરકારી દવાખાનામાં દાખલ કરાયા હતાં.

પિકઅપમાં સવાર,

  • સોમનાથ પાંડુ વારલી (35)
  • લીલા સોમનાથ પાંડુ વારલી (30)
  • કૌશીક મધુકર ચૌધરી (33)
  • કલાબહેન કૌશિકભાઈ મધુકર ચૌધરી (25)
  • ગુલાબ શિવરામ હોકીકર (32)
  • શકુબહેન દત્તુ કિશન ચૌધરી (33)
  • ચાંગુના તુલસીરામ સૌને ડોંડીરે (30)

(તમામ મૂળ: નાસીક, મહારાષ્ટ્ર)ને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button