ડાંગ

ડાંગમાં લોકોને પાણીની સમસ્યા માટે 5,46,28,166 રૂપિયાનો તો ખર્ચ કર્યો પણ સમસ્યા; એ તો જ્યાંની ત્યાં જ રહી!

હવે આ ખર્ચ કરેલ પૈસાનું શું? કોણ જવાબદાર?

ડાંગ જિલ્લો એ ગુજરાતનું ચેરાપુનજીથી પણ ઓળખાય છે. અહીં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પાડવાનો આજ દિન સુધીનો રેકોર્ડ રહ્યો છે. છતાં આજની પરિસ્થિતિ મુજબ અહીંના લોકો પાણી માટે વલખા મારે છે.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર હાલ અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ રહી છે. તેના સંદર્ભે સરકારે દેશભરમાં 50 હજાર ‘અમૃત સરોવર’ બનાવવાનું આયોજન કર્યું હતું. જેમાં ડાંગ જિલ્લામાં 84 ‘અમૃત સરોવર’ મંજૂર કરાયા હતા, પરંતુ આ સરોવરો માત્ર કાગળ ઉપર જ રહી ગયા. લોકોને પાણીના વલખા વચ્ચે આ તળાવ માટે છ કરોડનો ખર્ચ છતાં સમસ્યા યથાવત છે. નિયમ મુજબ નવા તળાવો બનાવવાને બદલે જૂના તળાવોમાં જ થોડું કામ કરી ને ડાંગમાં ધારાધોરણની અવગણના કરીને સરકારના લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કાના અનુમાનોમાં જણાય આવે છે. જેમાં, એક ત‌ળાવ દીઠ ફાળવાયેલા રૂ. 25 લાખની કામગીરી કાગળ પર જ થઇ હોય તેવુ જણાય રહ્યું છે.

સરકાર દ્વારા પાણી માટેની સૌથી મોટી યોજના એટલે “અમૃત સરોવર”. ડાંગમા 84 અમૃત સરોવર માટે સરેરાશ રૂ.6 કરોડ ગ્રાંટ ફાળવાઇ હતી. અમૃત સરોવરનું ઓછામાં ઓછા એક એકર (0.4 હેકટર) જમીનમાં નિર્માણ અને 10 હજાર ઘનમી. પાણી સંગ્રહ થવું જોઇએ. 5 ફૂટ ઉંચી દિવાલ, તેની તકતી-લખાણ અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે સ્તંભ, પેવર બ્લોકનું કામ, બાંકડા, વૃક્ષારોપણ અને વિગત દર્શાવતું બોર્ડ લગાવવાનું આયોજન હતું.

ડાંગ જિલ્લાનાં આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતોમાં માલ-સામાન પુરૂ પાડવા માટે જુદી-જુદી એજન્સીઓની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ઘણી બધી તૂટીઓ જોવા મળે છે. એજન્સીએ આપેલાં બિલોની તપાસ જરૂરી છે. પ્રથમ પગલે યોજનામાં કાગળ પર સરોવર બની ગયા છે. પણ એમાં જે ખર્ચ મુજબ પાણી સંગ્રહ થવું જોઈએ એ આજે ક્યાં? શું સરકારના 6 કરોડ રૂપિયા ખર્ચ કરવાથી શું લાભ થયો? શું એવું તો નથી ને કે, આ સરોવર માટેના પૈસા જે તે લોકોના ખિસ્સાઓ ગરમ થવામાં જ પુરા થઈ ગયા! અમૃત સરોવરની કામગીરીમાં કઈ-કઈ એજન્સીનાં બીલો મુકવામાં આવ્યાં છે તે બીલોની તપાસ કરી એજન્સી સામે જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે.

ડાંગમાં કેટલા રૂપિયા ખર્ચાયા
ગ્રામ વિકાસ વિભાગ મનરેગા 7616000
ઉત્તર વન વિભાગ 2422000
દક્ષિણ વન વિભાગ 680400
સિંચાઈ ખાતુ જિલ્લા પંચાયત 23362000
જુજ યોજના નહેર પેટા વિભાગ. 20547766
કુલ. 54628166

Related Articles

Back to top button