મુંજલાવ-બૌધાન ગામ વચ્ચેથી પસાર થતી વાવ્યા ખાડીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થતાં નદીનો પુલ ડૂબ્યો
માંડવી તાલુકામાં તેમજ ઉપરવાસમાં વરસેલા ધોધમાર વરસાદને પગલે મૂજલાવ અને બૌધાન ગામ પાસેથી પસાર થતી વાવ્યા ખાડીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થઈ હતી. ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક વાહનચાલકોને ભારે હાલકી ભોગવવાનો વારો આવ્યો હતો.
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને સુરત જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે માંડવી તાલુકાના મુંજલાવ – બૌધાન ગામ વચ્ચે પસાર થતી વાવ્યા ખાડીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થઈ હતી.
જેને પગલે ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વાવ્યા ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં એક ગામથી બીજા ગામોનો સીધો સંપર્ક તુટી ગયો હતો. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વાવ્યા ખાડી પર હાઈ બેરલ બ્રિજ બને તેવી વર્ષોથી સ્થાનિકો સ્થાનિકજન પ્રતિનિધિઓને તેમજ અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે. છતાં પણ સ્થાનિકોની રજૂઆતને આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.