![](http://transparencynews.in/wp-content/uploads/2023/12/raghipura.webp)
માંડવી તાલુકાના રધીપુરા ગામના ઘણા યુવાનો અન્ય ગામના મેદાન પર પહોંચી ફીઝીકલ ફિટનેશ માટે તૈયારી કરતાં હતાં, પંરતુ રધીપુરાના ઘણા યુવાનો ઘર આંગણે સુવિધા ઊભી કરવાની ઈચ્છા વ્યક્ત કરી અન્ય મજૂરી કરી રૂપિયા એકઠા કરી તથા શ્રમદાન કરી રળિયામણા મેદાનનું નિર્માણ કર્યું છે.
રધીપુરાના સરપંચ ચિરાગભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યુવાન લલિતભાઈ ચૌધરી, અજિતભાઈ ચૌધરી અને વિરલ ચૌધરી ગામના યુવાનો એકત્રિત કરી સ્પર્ધાત્મક પરિક્ષા તથા પોલીસ વિભાગ તથા વનવિભાગ માટે ફીઝીકલ પરિક્ષા માટે જરૂરી પ્રેક્ટસ માટે મેદાન તૈયાર કરવાની વાત કરી તથા અગાઉ ગામના જ 6 જેટલા યુવાનો લાડકૂવાના મેદાનમાં જઈ મેળવેલ સફળતાના દ્રષ્ટ્રાંત સાથે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
ત્યારબાદ વિમલ ચૌધરી તથા વિશાલ ચૌધરી જેવા ગામના જ યુવાનોએ પોતાના સાધનોના સહયોગની તૈયારી બતાવી હતી. ઘણા યુવાનોએ કંપનીમાં મજૂરી કામકરી આર્થિક સહયોગ આપવાની તત્પરતા દાખવી હતી.
જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતાં સરપંચ ચિરાગ ચૌધરી તથા યુવાનોના શ્રમદાન તથા આર્થિક યોગદાનથી મોટા દાતા વગર મેદાન સુંદર આકાર લઈ રહ્યું છે. માંડવીના રધીપુરા ગામે યુવાનોએ તૈયાર કરેલું મેદાન.