મહુવા તાલુકામાં ભૂસ્તર વિભાગના બે સ્થળો પર દરોડા
ગેરકાયદેસર રેતી ખનન કરતા યાંત્રિક બોટો અને રેતી વહન કરતી 2 ટ્રકો ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો
![](http://transparencynews.in/wp-content/uploads/2024/01/મહુવા.webp)
સક્રિય રહેતા આ રેતી ચોરો સામે લગામ લાદવા જાગૃત નાગરિક દ્વારા મહુવા તાલુકાના ગામોમાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન અંગેની માહિતી ભૂસ્તર વિભાગને આપતા ભૂસ્તર વિભાગ સક્રિય બની ગયું હતું. મહુવા તાલુકામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર રેડ પાડી કડક કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કરતા રેતી ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
મહુવાના ઓંડચ ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતી 2 યાંત્રિક બોટ ભુસ્તર વિભાગમાં ફરજ બજાવતા બિપિન કાચડિયા, પરાગ વીરદિયા અને શ્રેયાંક શાહે ઝડપી પાડી યાંત્રિક બોટ સીઝ કરી 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે કાની ગામની સીમમાંથી પણ ભૂસ્તરની ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતી બે યાંત્રિક બોટ અને રેતી વહન કરતી બે ટ્રક ઝડપી પાડી 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આમ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા મહુવા તાલુકામા ગેરકાયદેસર રેતી ખનન ચાલતા બે સ્થળોએ દરોડા પાડી કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહી જોઈ રેતીચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.