ભરૂચ
વાલીયા તાલુકાના પઠાર ગામના સરપંચને તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે તમાચા વાળી કરી ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/images-3-1-640x470.jpeg)
મોદલીયા ગામમાં રહેતા પ્રવીણ વસાવા પઢાર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. જેવો ગત દિવસોમાં સવારના આરસામાં મંજુર થયેલા કામ કામને લઈને નવી વસાહત વિસ્તારમાં બોર મોટર લઈને બુધિયાભાઈ વસાવાના ઘર પાસે નક્કી કરેલ સ્થળ પર પહોંચ્યા હતા. તે વેળા નવી વસાહતમાં રહેતા અને વાલિયા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ માધ્યાભાઈ વસાવા સરપંચને જોઈને ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. જેને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસ દ્વારા યોગ્ય અપરાધીની ધરપકડ થશે કે નહીં અને શું ન્યાય મળશે કે નહીં