ઉમરપાડા
ઉમરપાડા બજારમાં ઉભેલા ઈસમના ખીસ્સામાંથી અજાણ્યો ચોર મોબાઇલ ચોરી કરી ફરાર
![](http://transparencynews.in/wp-content/uploads/2024/04/images-1-7.jpeg)
ઉમરપાડા બજારમાં અજાણ્યો ચોર ઉભેલા ઇસમના ખીસ્સામાંથી મોબાઇલ ચોરી કરી ફરાર થઇ જવાનાં મામલે ઉમરપાડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુનિલકુમાર કૈલાશ યાદવ આજે ઉમરપાડા બજારમાં ઉભો હતો. જે દરમિયાન અજાણ્યો ચોર ઇસમ સુનિલકુમારનાં ખીસ્સામાં મુકેલા 09 હજાર કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જોકે ખીસ્સામાં મુકેલો મોબાઇલ ચોરી થઇ ગયો હોવાનું સુનિલભાઇને જાણ થતા તેમણે સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.