![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/app_171708366966589e1529863_img-20240530-wa0019.webp)
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઘુબડીયા ગામે ગુરૂવારે સવારે પીકઅપ (નં. જીજે-15-ઝેડ-6882)માં સવાર થઈ બાળકો રમત ગમતના કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પીકઅપના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા પીકઅપ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.
પીકઅપ ચાલક ઇજાગ્રસ્તોને ઘટનાસ્થળે કણસતી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો. પીકઅપમાં બાળકો સાથે 45 મુસાફરો બેસેલા હતા. આ બનાવમાં બાળકો સહિત 20થી વધુને ઓછી-વત્તી ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે સુબીર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને આહવાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવની જાણ ઇજાગ્રસ્તોના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સુબીર અને આહવા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.