બારડોલી
બારડોલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની 2,30,253 મતની લીડથી ભવ્ય જીત
કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની કારમી હાર
![](http://transparencynews.in/wp-content/uploads/2024/06/download-4.jpeg)
લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું. છેલ્લા મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે 7મી મેએ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં બારડોલી લોક્સભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે આજે 4 જુનના મતગણતરીની શરૂઆત થઈ છે. ગત લોકસભાની ચૂંટણી કરતા 8.77 ટકા મતદાન ઘટ્યું હતું. સાત વિધાનસભાની બેઠકમાં વર્ષ 2019માં 73.92 ટકા મતદાન થયું હતું. જ્યારે તાજેતરમાં 64.81 ટકા જ મતદાન નોંધાયું હતું. કામરેજ વિધાનસભાનું 16.12 ટકા ઘટ્યું હતું. જ્યારે અન્ય છ વિધાનસભામાં 3 ટકાથી 7 ટકા મતદાનમાં ઘટાડો નોંધાયો હતો. બારડોલી બેઠક માટે ભાજપ તરફથી પ્રભુ વસાવાની 2,30,253 મતની લીડથી ભવ્ય જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીની કારમી હાર થઈ છે.