નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ
![](http://transparencynews.in/wp-content/uploads/2024/05/download-10.jpeg)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ખાતે આવેલી હોટલનું બેનર ફાડવા અબતે માથાકૂટ થતા એક મહિલાને સળિયા વડે માર મારી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી અનુસાર, સગબારના શર્મીલાબેન ગણેશભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમની રાજપાંઠા હોટલનું બેનર સુપાભાઇ વેસ્તાભાઇ વસાવા ફાડી ગયા હતા તથા એક બેનર સાથે લઇ ગયા હતા. તેવી વાત તેમને જાણવા મળતા તેઓ સુપાભાઇ વસાવાના ઘર પાસે જોવા માટે ગયેલા અને તેઓ પરત આવતા હતા. તે વખતે સૂપાભાઈ તેમને કહેવા લાગેલું કે, તુ અહીંયા કેમ આવી છે. તેમ કહી મા-બેન સમાનના અપશબ્દો બોલી ઝઘડો કરી ઝપાઝપી કરી એકદમ ઉશ્કેરાઇ જઇ નજીકમાં પડેલો લોખંડનો સળીયા લઇ તેમને એક સપાટો ડાબા હાથના બાવળા પાસે તથા બીજો સપાટો જમણા હાથે કાંડાથી ઉપરના ભાગે મારી દીધેલો તથા ત્રીજો સપાટો મારવા જતા નજીકમાં ઉભેલા મનુભાઇએ પકડી લેતા વધુ મારથી બચાવતા શર્મિલાબેન તેમની હોટલ તરફ જતા હતા. તે વખતે સુપાભાઈએ કહેલું કે, આજે તો તુ બચી ગઇ છે. ફરીવાર લાગમાં આવીશ તો તને જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપતા સાગબારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.