બારડોલી

બારડોલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી ડૉ.જ્યોતિ પંડ્યાએ લોકસભા ચૂંટણીને લઈ ભાજપની બેઠક યોજી

સુરત જિલ્લા ભાજપ કાર્યાલય બારડોલી ખાતે 23-બારડોલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી ડૉ.જ્યોતિ પંડયાની અધ્યક્ષતામાં એક અગત્યની બેઠક મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખ ભરત રાઠોડે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, પાર્ટી સંગઠને 75 ટકા કામ કરી દીધું છે. હવે બાકીનું 25 ટકા કામ હવે કાર્યકર્તાએ કરવાનું છે. આ લોકસભાની ચૂંટણીમાં દરેક કાર્યકર્તાઓને પોતાની જવાબદારીપૂર્વક મહત્તમ યોગદાન આપવા માટે હાકલ કરી હતી.

ત્યારબાદ પ્રભારી મધુ કથીરીયાએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં 22મીએ ભગવાન શ્રીરામ બિરાજ્યા અને લોકના મનમાં વસી ગયા. પાર્ટીમાં પરિશ્રમનું ફળ મળે જ છે. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું જે તમામ લોકસભા 5 લાખ મતોની સરસાઈથી જીતવાનું સ્વપ્ન છે તે પૂરું કરવા માટે એડી ચોટીનું જોર લાવીને કામ કરીશું. વધુમાં મન કી બાત કાર્યક્રમમાં દક્ષિણ ઝોન 35,900 ફોટો અપલોડ કરીને પ્રથમ ક્રમે આવે છે. બીજું રાજીવ ગાંધીનો 414 સીટ જીતવાનો રેકોર્ડ તોડવા માટે કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું.

ક્લસ્ટર પ્રભારી જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષમાં જે રીતે કટિબદ્ધ થઈને 24X7 કામ કરી રહ્યા છે. હમ રહે ના રહે યે કરવા બઢતે રહેના ચાહીયે. તેવી વિચારધારા જીવંત રાખીને દરેક કાર્યકર્તાઓને પોતાની જવાબદારી અદા કરવી. આ પ્લેટ ફોર્મ પર કામ કરીને અનુભવ થકી ટાઈમે મેનેજમેન્ટ શીખવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ પરી પ્રેક્ષ્યમાં આપની ભૂમિકા સમજીને તન મન થી તૈયારી કરીને કામ કરીએ તો આઉટપુટ ચોક્કસ મળશે. ભાજપા એક હાઇટેક પ્રોફશનલ પોલિટિકલ પાર્ટી છે.

વધુમાં પાર્ટીના આગમી ગાવ ચલો અભિયાન, વોલ પેઇન્ટિંગ, લાભાર્થી સંપર્ક અભિયાન, બુથ સશકિતકરણ અભિયાન, શક્તિ વંદન સ્વસહાય જુથ, અયોધ્યા દર્શન, પાર્ટી જોઇનીગ, અભિયાન અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં ક્લસ્ટર પ્રભારી ડો.જ્યોતિબેન પંડ્યા સુરત જિલ્લા પ્રભારી ઉષાબેન પટેલ, સુરત શહેરના પ્રભારી શીતલ સોની, બારડોલી લોકસભાના માધુભાઈ કઠેરીયા સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમાર, મહુવાના ધારાસભ્ય મોહન ડોડીયા, સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડ, મહામંત્રીઓ જીગર નાયક તથા હોદેદારો પદાધિકારીઓ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button