નર્મદા

રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં પૂછપરછ બારી બંધ કરાતાં હાલાકી

મે આઇ હેલ્પ યુ લખેલું બોર્ડ શોભાના ગાંઠિયા સમાન, કર્મચારીઓ હાજર નહિ

નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ તબીબોની ઘટના કારણે વિવાદમાં છે તેવામાં મુખ્ય પૂછપરછ બારી જ બંધ કરી દેવામાં આવતાં દર્દીઓ તથા તેમના સ્વજનો હાલાકી ભોગવી રહયાં છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલને ભલે 300 બેડની બનાવવામાં આવી છે પણ જોઇએ તેવી સુવિધા મળતી નથી. હોસ્પિટલને મેડિકલ કોલેજ પણ ફાળવવામાં આવી છે. મેડિકલ કોલેજને કારણે વોર્ડની સાથે સાથે મેડિકલ ઓફિસરો વધ્યાં છે.સારવાર માટે આવતા દર્દીઓ કયો વોર્ડ કયા આવ્યો..કયા ડોકટર કયા અને ક્યારે મળશે જેની માહિતીથી અજાણ દર્દીઓ માટે પુછપરછ બારી પર જતાં હોય છે. સિવિલના પ્રવેશ માર્ગ પર જ ડાબીબાજુ પૂછપરછનું કાઉન્ટર મુકાયું હતું એટલે ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદ સમાન હતું પરંતુ તાજેતર માં આ કાઉન્ટર પર બેસતા કર્મચારી નહિ બેસતાં અને ત્યાં આભાની વ્યવસ્થા ગોઠવી દેવાતા દર્દીઓ સુવિધા બાબતે કોને પૂછપરછ કરે અને ક્યાં જાય તેવા પ્રશ્ન ઉઠ્યા છે. જોકે પૂછપરછ વિભાગ બંધ કરતા ત્યાં કોઈજ કર્મચારી નહિ હોવાથી દર્દીઓ તો અટવાઈ રહ્યા છે. પરંતુ આસપાસ ના અન્ય વિભાગો માં કામ કરતા અન્ય કર્મચારીઓ પાસે જઈ દર્દીઓ પૂછપરછ કરતા તેમની કામગીરી માં પણ ખલેલ પહોંચે છે. આભા કેન્દ્ર પરથી દર્દી પોતાનો કેશ ઓનલાઇન જાતે કાઢી શકે સહિત ની સુવિધા આ કેન્દ્ર માં છે ત્યારે સવાલ એ થાય કે આ સમજ પણ કોણ આપે કેમ કેમ કર્મચારીઓ મુકવામાં આવતા નથી. એટલે કોઈને સમજ નથી એટલે દર્દી ને કેસ બારી પર લાઈનો લાગે છે અને દર્દીઓ અટવાય છે. દર સપ્તાહે 2,100થી વધારે ઓપીડી નોંધાઇ છે નવી હોસ્પિટલમાં દર અઠવાડિયે 2100 થી વધુ ઓપીડી હોય છે દર સોમવારે 500 થી 600 જેટલી ઓપીડી હોય છે જયારે મંગળવારથી શનિ વાર સુધી રોજના 300 થી 400 જેટલી ઓપીડી નોંધાય છે. આમ ડોક્ટરો વધ્યા એમ ઓપીડી પણ વધી છે પરંતુ આવા પુછપરછ બારી હટાવી દેતા દર્દીઓ અટવાય છે. વહેલી તકે પૂછપરછની બારી શરૂ કરવામાં આવે તેવી માગ છે. એકસ રે મશીન માટે પણ સ્ટાફ નહિ હોવાથી દર્દીઓની કતાર લાગતી હતી સિવિલ હોસ્પિટલ ખાતે એકસરે મશીન ખાતે પણ એક જ કર્મચારી હોવાના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહયાં હતાં. સિવિલમાં રોજ 200 કરતા વધારે દર્દીઓ આવતાં હોય છે ત્યારે અસુવિધાઓને કારણે તેમને હાલાકી ભોગવવી પડતી હોય છે. સિવિલ હોસ્પિટલને મેડીકલ કોલેજ સાથે સંલગ્ન કરી દેવામાં આવી છે અને સરકાર કરોડો રૂપિયાના સાધનોની ફાળવણી કરી રહી છે પણ સ્ટાફના અભાવે તે બિનઉપયોગી પડી રહે છે. તેના બદલે સરકાર યોગ્ય સ્ટાફની ભરતી કરે તો ગરીબ દર્દીઓને વધુ સારવાર માટે ભરુચ, વડોદરા કે સુરત સુધી ન જવું પડે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button