બારડોલી

ધારાસભ્ય જવાબ આપવાની જગ્યાએ અકળાઈ જતાં ગ્રામજનો ખાતમુર્હૂતમાં હાજર ન રહ્યા‎

બારડોલીના વાંકાનેરમાં ગુરુવારના રોજ શાળાની કમ્પાઉન્ડ વોલ અને સરભોણ વાંકાનેર રસ્તાનું ખાતમુહૂર્ત વિધી માટે આવેલા ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાને ગ્રામજનોએ ઘેર્યાં હતા. જેનું કારણ ગ્રામજનોએ છેલ્લા દસેક વર્ષથી વાંકાનેર- બારડોલી રોડ નહીં બનતા લોકોને ઘણી તકલીફ વેઠવી પડી રહી છે.

અકસ્માતની ઘટનામાં ઘણાના મોત થયા હોવાથી, આ માર્ગની નવીનીકરણની માંગણી કરી હતી. જે બાબતે ધારાસભ્ય અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ધારાસભ્ય પણ સંતોષકારક જવાબ આપવાની જગ્યાએ ઉગ્ર બનતા આખર કાર્યક્રમમાં આવેલ ગ્રામજનો ખાતમુહૂર્તમાં એક પણ હાજર રહ્યા ન હતા. એટલું જ નહીં સરપંચ અને ગ્રામ પંચાયત સભ્યને પણ જવા દેવામાં આવ્યા ન હતાં.

આખરે ધારાસભ્ય સાથે અન્ય ત્રણ પદાધિકારીઓ સાથે ખાતમુહૂર્ત વિધી કરી પરત ફરવાનો વારો આવ્યો હતો. બીજી તરફ વિફરેલા ગ્રામજનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. પુલવાળા ધારાસભ્ય તરીકે ઓળખતા નેતા, આખર ગ્રામજનોના રોષનો ભોગ બન્યા હતા. એક તરફ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થવાની તૈયારી છે, ત્યારે ભાજપના નેતા, પદાધિકારીઓ પ્રજાના પ્રશ્નોના જવાબ આપવામાં ઉગ્રતા નુકશાન કરી શકે છે.

આ કારણે ગ્રામજનો અકળાયા હતા

ગ્રામજનોના જણાવ્યા મુજબ વાંકાનેર બારડોલી રોડ‎ જર્જરિત હોવાથી અનેક અકસ્માત થયા છે અને 26 થી‎ 27 જેટલા લોકોના મોત થયા છે. જેમાં વાંકાનેરના યુવક‎ અને જિલ્લા પંચાયત સભ્યનું પણ મોત થયું હતું. રોડના‎ નવીનીકરણ અંગે તાલુકા, જિલ્લા સ્તરે તમામ જગ્યાએ ‎રજૂઆત કરી છે. છતાં કોઈ નિરાકરણ ન આવતાં‎ મોહનભાઈને રજૂઆત કરતાં અમારી વાત સાંભળવાની ‎જગ્યાએ તેઓએ અમને સંભળાવ્યું હતું. જેથી ગ્રામજનો ‎અકળાયા હતા.

વાત વિવેક સાથે કરવાની હોય, પરંતુ મારી સાથે ઉદ્ધત વર્તન‎

ગ્રામજનોએ રજૂઆત વિવેક સાથે કરવાની હોય, પરંતુ મારી સાથે ‎ઉદ્દતવર્તન કર્યું હતું. બારડોલી વાંકાનેર રસ્તો રી સર્ફેશિંગમાં‎ આવતો હોય, હમણાં સાત વર્ષ પૂરા થયા છે, જેથી મુખ્યમંત્રી‎ મંજુર કરશે. હું બુધવારે સી.એમ. ઓફિસ સાંજ સુધી બેસી રહ્યો‎ હતો. પરંતુ મારા એક રસ્તાને મજૂરી નહી આપે, સાત વર્ષ પૂરા‎ થયા હોય, એવા તમામ રસ્તાઓ મજૂર થશે. બારડોલી વાંકાનેર ‎રસ્તો સ્ટેટમાં આવતો હોય, મારી પાસે થોડી સત્તા છે. હું પણ ‎તમારી જેમ પ્રજાના પ્રતિનિધિ તરીકે સી.એમ.ને રજૂઆત કરી ‎શકું. ઉગ્ર તો નહી બની શકું ને. મોહન ધોડિયા, ધારાસભ્ય, મહુવા‎

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button