નર્મદા

નર્મદા ACBએ લાંચનું છટકું ગોઠવી નર્મદા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટરને 60 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો

નર્મદા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ભ્રષ્ટાચાર બાબતે બદનામ છે અને અવારનવાર આ માટેની બૂમો સંભળાઈ છે ત્યારે ACBએ આજે એક રોયલ્ટી ઇન્સ્પેકટરને લાંચનું છટકું ગોઠવી રંગે હાથ ઝડપી લીધો હોવાથી બાકીના સ્ટાફમાં ફફળાટ જોવા મળ્યો હતો.

મળતી વિગતો અનુસાર આ ગુનામાં ફરીયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપલા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતા હોય કરાર આધારિત વર્ગ 3નો કર્મચારી રાજપીપળા ખાણખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેકટર દીપકકુમાર સોહનલાલ સાંવરિયા જે બી-14 પ્રશાંત પ્લાઝા આનંદપુરા સરકારી પ્રેસ,વડોદરા ખાતે રહે છે.

આ દીપક સાંવરિયા ખાણ ખનીજ વિભાગ નર્મદાના જીઓ માઈન એપ્લીકેશન આધારે ફરીયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરીયાદીને વોટ્સએપ ઓડીયો કોલીંગ કરી જણાવેલ કે, રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલી જે ટ્રકને મે ખનીજના ગોડાઉનમાં મુકીશ તો તને અઢી થી પોણા ત્રણ લાખના દંડ થશે જેથી તારે દંડ ભરવો છે કે મને 1 લાખ આપવા છે તેમ જણાવ્યું હતું.

આ વાત ફરીયાદીને રૂબરૂમાં કરતા ફરીયાદીએ જણાવેલ કે, અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી પણ મેં તમને 60 હજાર ગમેતેમ કરી આપીશ અને બીજા 40 હજાર પંદર દિવસ પછી કરી આપીશ તેવી વાત કરી હતી. આ રોયલ્ટી ઇન્સ્પેકટરએ ફરીયાદીને વોટ્સએપ ઓડીયો કોલીંગ કરી 60 હજારની માંગણી કરતા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હતો. જેથી એ.સી.બી.માં ફરીયાદ આપતા જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા મદદનીશ નિયામક પી.એચ ભેસાનીયા ACB વડોદરાના સુપરવિઝનમાં ટ્રેપિંગ અધિકારી પી.આઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ રોયલ્ટી ઇન્સ્પેક્ટરએ વાવડી ગામના હાઈવે ઉપર આવેલ વી.આર.હોટલમાં આપી દેવા જણાવતા કામીયાબઅલી માસુમઅલી સેલીયા, (પ્રજાજન) વી.આર.હોટલ મેનેજર (હાલ રહે.વી.આર. હોટલ વાવડી ગામ હાઈવે તા.નાંદોદ જી.નર્મદા મૂળ રહે.વાઘરોલ,તા.સિધ્ધપુર જી.પાટણ)એ આ લાંચની રકમ 60 હજાર સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કરતા નર્મદા એ.સી.બી. એ બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button