ગુજરાતતાપીદક્ષિણ ગુજરાતરાજ્ય

તંત્રના ભરોશે રહ્યા અને જમીનનું મોટા પાયે ધોવાણ થયું

વેલ્દામાં તૂટેલા ચેકડેમની મરામત ન કરાતા નદીના કિનારે આજુ બાજુમાં મોટા પાયે જમીનનું ધોવાણ થતું હોય છે.

તાપી જિલ્લાના છેવાડાના તાલુકો એટલે નિઝર. આ તાલુકામાં સમાવેશ વેલ્દા ગામની સીમા વિસ્તાર માંથી પસાર થતી સેવાળી નદી ઉપર વરસાદી પાણીનું સંગ્રહ કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા લાખોના ખર્ચે ચેકડેમ બનાવવામાં આવેલ છે. જે ચેકડેમ તૂટેલી હાલતમાં હોવાથી આ નદીમાં વરસાદી પાણીનું સંગ્રહ થતો જ નથી.

તેમજ નદીમાં વહેતુ વરસાદી પાણીના લીધે આજુબાજુમાં નદીના કિનારે મોટા પાયે જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. જેથી ખેડૂતોને મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા વેલ્દા ગામની સીમમાં આવેલ સેવાળી નદીમાં વરસાદી પાણીનું સંગ્રહ થાય જેથી આ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતોઓના ખેતરોમાં આ નદીમાં સંગ્રહ થયેલ પાણીથી પિયતની સુવિધા મળી રહે, તેમજ કુવા, કે બોરમાં પણ પાણીનું સ્તર ઉચું રહે તે માટે આ નદી ઉપર લાખોના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરવામાં આવેલ છે.

આ ચેકડેમ આશરે છેલ્લા બે વર્ષથી તૂટેલી હાલતમાં હોવાના કારણે નદીમાં વરસાદી પાણી સંગ્રહ થઇ રહ્યો નથી. અને હાલમાં,  નદીમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનું ભારે વહેણ આવતા, નદીના કિનારે આજુ બાજુમાં મોટા પાયે જમીનનું ધોવાણ થતું હોય છે.

સ્થાનિક લોકોઓ તેમજ ખેડૂતો દ્વારા જાણવા મળ્યું કે, આ સેવાળી નદી ઉપર બનાવેલ ચેકડેમ આશરે બે વર્ષથી તૂટેલી હાલતમાં હોવા છતાં પણ આ ચેકડેમનું જવાબદાર તંત્રએ સમારકામ કરેલ નથી.જેથી આ નદીમાં આવતું વરસાદી પાણીના લીધે ધીરેધીરે નદી કિનારે જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. તેમજ ચેકડેમ તૂટેલી હાલતમાં હોવાથી નદીમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ થતો નથી. જેના કારણે સિંચાઇના પાણીની સમસ્યા પણ વકરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button