માંડવી

માંડવી તાલુકાના કાટકુવા ગામે પશુપાલન કરી ગુજરાન ચલાવતા પરિવાર પર આફત

શોર્ટ સર્કિટથી કાચા મકાનમાં લાગેલી આગમાં મોટું નુકસાન

માંડવી તાલુકાના કાટકુવા ગામે કાચા મકાનમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ઘાસચારો તથા ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. માંડવી ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી આગ કાબૂમાં લીધી હતી.માંડવી તાલુકાના ગામે કાટકુવા ગામે ગુમાન ફળિયામાં રહેતા બાબુભાઈ કાળુભાઈ વસાવા ના ઘરે આજરોજ શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી.

બાબુભાઈના કાચા મકાન તથા સરકારી આવાસમાં લાગેલી આગમાં ઘરવખરી તથા ઘાસચારો તમામ બળીને ખાક થઈ ગયો હતો. માંડવી મામલતદારને જાણ થતા માંડવી ફાયરને જાણ કરતા અગ્નિસામક ટીમ તાત્કાલિક કાટકુવા પહોંચી આગને કાબુમાં લીધી હતી રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિને જાણ થતા એમણે સ્થાનિક અધિકારીઓને ટેલીફોનિક ચર્ચા કરી જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી હતી પશુપાલન કરી ગુજરાત ચલાવતા પરિવાર પર આવી પડેલી આફતથી પરિવારના સભ્યો ભાંગી પડ્યા હતા.

માંડવી તાલુકાના આવેલા કેવડિયા ગામે રાત્રે દરમિયાન ગેસ લીકેજના લીધે આગ લાગી હતી. માંડવી ફાયરની ટીમ સ્થળ પર પહોંચી સ્થિતિને સંભાળી લીધી હતી. માંડવી તાલુકાના કેવડિયા ગામે રહેતા રમણભાઈ પોશલાભાઈ ચૌધરીના ઘરે રાત્રિ દરમિયાન રાત્રિનું ભોજન બનાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ગેસ લીકેજથી બાટલામાં આગ લાગી હતી ઘરના સભ્યો માં દોડધામ મચી ગઈ હતી અને સળગતા બાટલાથી ભયભીત થઈ ઘરના સભ્યો બહાર નીકળી આવ્યા હતા ત્યારબાદ માંડવી ફાયર ની ટીમને જાણ કરતા ફાયર ટીમ કેવડિયા પહોંચી સળગતા બાટલાને સાવચેતી પૂર્વક પાણીમાં ડૂબાડી આગ બુજાવી દીધી હતી. કોઈ મોટું નુકસાન થયું ન હતું. પરિસ્થિતિ કંટ્રોલ થઈ જતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button