માંગરોળ

માંગરોળના સાવા પાટિયા પાસે ત્રિપલ અકસ્માતની ઘટના

માંગરોળ તાલુકાના સાવા પાટિયા પાસે મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનેલી અકસ્માતની ઘટનામાં કારના બોનેટના ભાગે મોટું નુકશાન થવા પામ્યું હતું. તે દરમિયાન થોડીક જ ક્ષણોમાં અકસ્માતગ્રસ્ત કાર પાછળ ટ્રક ઘુસી ગયો હતો. બનેલી ત્રીપલ અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો હાઈવેની સાઈડ પર ખસેડ્યા હતા.

સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ગત મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના સાવા ગામના પાટિયા પાસે એક ટ્રકમાં યાંત્રિક ખામી સર્જાતા ટ્રકચાલકે અચાનક બ્રેક મારી ટ્રક ઊભી રાખી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી કાર સીધી ટ્રકમાં ઘુસી ગઈ હતી. જેને પગલે કારના બોનેટના ભાગે મોટું નુકશાન થયું હતું. તે દરમિયાન થોડીક જ ક્ષણોમાં અકસ્માતગ્રસ્ત કાર પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ ઘાણ નીકળી ગયો હતો. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો. સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો સાઈડમાં મૂકી હાઇવે પર ટ્રાફિક હળવો થાય એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા ન હતા. જેને લઇને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button