કામરેજ 

ઓલપાડ તાલુકાના એક ગામમાં સગીરા સાથે છેડતી કરનાર સહકારી મંડળીના ક્લાર્કને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો

કોસમ ગામે રહેતી વિધવા મહિલા પાસે મંડળીમાંથી ઘઉ લેવાના રૂપિયા ન હતા. જેથી મહિલાએ મંડળીમાં ફરજ બજાવતા ક્લાર્ક પાસે ઉછીના લીધેલા રૂપિયા પરત આપવા મોકલેલી સગીર દીકરી પર દાનત ખોરી કરી છેડતી કરવાની ચકચારી ઘટના બની હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો હતો.

ઓલપાડ તાલુકાનાં એક ગામમાં આજથી દસ વર્ષ પહેલાં મોત થતા વિધવા મહિલા તેના બે બાળકો સાથે રહી મજૂરી કામ કરી ગુજરાન ચલાવતી આવી છે. તાલુકાના એક ગામમાં સહકારી મંડળીમાં ઘઉ આવ્યા હતા. જે વિધવા મહિલાએ ખરીદ્યા હતા પણ તેની પાસે રૂપિયા ન હોવાથી તેણે મંડળીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કેશવભાઈ પટેલ એક અઠવાડીયાના વાયદો રાખી 2100 રૂપિયા ઉછીના લીધા હતા.

ત્યારે ઉછીના લીધેલા રૂપિયા આપવા માટે સગવડ થતા વિધવા મહિલાએ ગત તારીખ 20 માર્ચ 2024ના રોજ તેની સગીર દીકરી સાથે ક્લાર્ક અશોકભાઈને આપવા માટે મોકલેલી હતી. ત્યારે મંડળી પર રૂપિયા આપવા માટે આવેલી સગીરાને એકલી જોઈ ક્લાર્ક અશોક પટેલે તેના પર દાનત ખોરી કરી શારીરીક છેડતી કરતા આરોપીની બદદાનતને પારખી ગયેલી સગીરા પોતાનો બચાવ કરવા મંડળીમાંથી ભાગીને ઘરે પહોંચી હતી.

આમ ક્લાર્કની છેડતી કરવાને લઈને ડરી ગયેલી સગીરા કંઈ પણ બોલ્યા વિના ઘરનાં રસોડામાં જઈને ત્યાં રાખેલી ફિનાઈલની બોટલમાંથી ફિનાઈલ પી લેતા તેની હાલત લથડતી હતી. તેની નાની બેન જોઈ જતા આ બાબતે વિધવા માને ટેલીફોની જાણ કરતા ગામના મહિલા સરપંચની મદદે સગીરાને સુરતની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ સગીરા હોંશમાં આવતા તેનું ફિનાઈલ પી જવા પાછળનું કારણ પૂછતા મંડળીના ક્લાર્ક દ્વારા શારીરીક છેડતી કરવાની કરી હતી અને કહેલું કે અશોક પટેલે બળજબરી કરવા સાથે સગીરાને કહેલું કે ચાલ તારો મોબાઈલ નંબર મને આપીજા, હું તને ફોન કરીને બોલાવું ત્યારે ચુપચાપ ત્યાં આવી જજે અને ધમકી આપતાં કહેલું કે તું આ વાત કોઈને કહેતી નહીં નહીતર તને જાનથી મારી નાંખીશ.

આમ વિધવા ગરીબ મહિલાની ગરીબાઈની મજબૂરીનો લાભ ઉઠાવી મદદને બહાને આપેલા ઉછીનાં રૂપિયા આપવા માટે આવેલી સગીરા પર દાનત ખોરી કરવા સાથે તેની શારીરીક છેડતી કરનાર ક્લાર્ક વિરૂદ્ધ પોલીસે ગુનો પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારે હાલ પોલીસે ગણતરીની કલાકોમાં જ આ ગુનાના આરોપીને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button