ગુનોતાપી

વ્યારાના કાનપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં બળાત્કાર અને પોક્સોની ફરિયાદ નોંધાઇ

વ્યારાના કાનપુરા પંથકમાં વિલો સિટીની સામે વિસ્તારમાં રહેતા એક સગીરે લગ્નની લાલચ આપી એક સગીરાને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાના પકરણમાં સગીરા ગર્ભવતી બની જતા વ્યારા પોલીસ મથકે સગીર વિરોધ ગુનો નોંધાયો હતો.

પોલીસે સગીર વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી પોલીસ તાબા માં લીધો હતો. વ્યારામાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી આશરે 6 માસ પહેલા પોતાનાં ઘરમાં તેણીનાં મરજી વિરુદ્ધ શારિરીક સબંધ બાંધનાર કાનપુરામાં વિલો સીટી સામે વિસ્તાર માં રહેતા આશરે 17 વર્ષનાં સગીર ને પોલીસ એ તાબામાં રખાયો હતો.

સગીરે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી દેતા સગીરાને 3 માસનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ ગયા બાદ સમગ્ર મામલો ઉજાગર બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સગીરાને ગર્ભવતી બનાવનાર સગીર વિરૂધ્ધ પોક્સો અને બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાઇ હતી. વ્યારા પોલીસે સગીર ને તાબા હેઠળ રાખી આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button