ડાંગ

ડાંગ સિવિલ હોસ્પિ.ના ખાનગીકરણ મુદ્દે સંઘર્ષ સમિતિની બેઠક મળી

જો ખાનગીકરણ કરાશે તો આદિવાસી સમાજની આંદોલનની ચીમકી

વઘઇ -આહવા રાજ્યમાં સરકારી હોસ્પિટલોના ખાનગીકરણ મુદ્દે આદિવાસી જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે. આરોગ્ય સેવાના ખાનગીકરણ મામલે પાલનપુરથી લઇને ડાંગ સુધી આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ડાંગમાં કાલીબેલમાં પણ પાર તાપી નર્મદા લીંક સંયુક્ત સંઘર્ષ સમિતિના સભ્યોની તાપી-વ્યારાના આગેવાનો વચ્ચે સંકલન મિટિંગ યોજાઈ હતી. સમિતિના મંત્રી એવા એડવોકેટ સુનીલ ગામીતે કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન સરકારી હોસ્પિટલોનું ખાનગીકરણ કરવા સરકારે રણનીતિ ઉભી કરી છે.

જો સરકારથી આ સરકારી હોસ્પિટલો ચલાવાતી નહીં હોય તો સરકારમાંથી રાજીનામુ આપી દેવું જોઈએ, કારણકે લોકોના આરોગ્ય જાળવવાનું કામ એ સરકારની બંધારણીય જવાબદારીમાં આવે છે અને આ જવાબદારીમાંથી સરકાર હાથ અદ્ધર કરીને ખાનગી સંસ્થા કે ખાનગી વ્યક્તિના હાથમાં સોંપી મૂડીવાદી વ્યસ્થા ઉભી કરવાનું ષડ્યંત્ર છે, જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. ડાંગ જિલ્લામાં એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે, જ્યાં ગરીબ મજુર વર્ગને સારવાર મળી રહે છે તો એ સરકારી જ રહેવી નહિતર આવનારા દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. { ડાંગ જિલ્લાના કાલીબેલમાં આદિવાસી સમાજની મળેલી બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button