માંડવી

માંડવીમાં મુસ્લિમ દુકાનદારની આદિવાસી સગીરા સાથે છેડતી

માંડવીમાં દુકાનદારે ચંપલ ખરીદવા આવેલી સગીર વયની યુવતીની છેડતી કરી જાતિ વિષયક ગાળો આપતા આરોપી વિરુદ્ધમાં એટ્રોસિટી તથા પોક્સોનો ગુનો નોંધાયો હતો.

માંડવીના કબૂતરખાના પાસે આવેલી દુકાનમાં ચંપલ ખરીદવા માટે આવેલી સગીર વયની યુવતી આવી હતી દુકાનમાં બેઠે ઈમ્તિયાઝ મેમણ યુવતીને ચંપલ આપી હતી ત્યારબાદ યુવતી ચંપલ પોતાની બેગમાં મુકતી હતી ત્યારે ઈમ્તિયાઝે યુવતીનો હાથ પકડી કહ્યું હતું કે “તું તો મસ્ત દેખાતી છે, મારે ઘરે આવતી રે તને સુરત લઈ જવા’ આવું જણાવી હાથ પકડી જબરજસ્તીથી ખેંચ્યો હતો. યુવતીએ વિરોધ કરતા તેને ગાળો આપી જો કોઈને જણાવ્યું તો કાપી નાખવાની પણ ધમકી આપી હતી.યુવતીએ હાથ છોડાવી ભાગી છૂટી હતી ત્યારબાદ માંડવી પોલીસને જાણ કરતા માંડવી પોલીસે એટ્રોસિટી તથા પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફોર્મ સેક્સ્યુઅલ ઑફેન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button