ઉમરપાડા

ઉમરપાડાના વડપાડા ગામે પીપળાના ઝાડ સાથે લટકતી લાશ મળી આવી

સુરતના ઉમરપાડાના વડપાડા ગામે પીપળાના ઝાડ સાથે લટકતી હાલતમાં અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સોશિયલ મીડિયામાં ફોટાઓ વાઈરલ કરી મૃતકના વાલી વારસ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા ગામની સીમમાં આવેલ ફતેસિંગભાઈ શંભુભાઈ વસાવાના ખેતરના શેઢા પર ઉપર પીપળાના ઝાડ સાથે લટકતી હાલતમાં એક મૃતદેહ નજરે ચડતા સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને કરવામાં આવી હતી. જેને લઇને ઉમરપાડા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ તપાસ કરતા અંદાજિત 50થી 60 વર્ષના અજાણ્યા આધેડનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે હાલ ડી કમ્પોઝ હાલતમાં રહેલ અજાણ્યા આધેડનો મૃતદેહનો કબજો લઈ તેઓના વાલી વારસ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી.

અજાણ્યા આધેડના મોત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મૃતદેહ પાસેથી ચંપલ મળી આવ્યા હતા અને મૃતક અજાણ્યા આધેડએ શરીરે સફેદ કલરનો લાંબી બાયનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. માથામાં સફેદ વાળ છે. હાલ ઉમરપાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button