માંડવી

સુરત વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવણી કાર્યક્રમ માંડવી ખાતે સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો

સુરત વન વિભાગ દ્વારા ‘વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી’ અંતર્ગત માંડવી રેસ્ટ હાઉસ- સ્થિત કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્ર ખાતે સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.


જેમાં વન્ય જીવ સંરક્ષક ધારો 1972 અંતર્ગત કાયદાઓ, ગુજરાતની જૈવિક વિવિધતા અને વન સંપદા, સુરત જિલ્લાનો વન વિસ્તાર અને પ્રાકૃત્તિક પરિવેશ વિષે ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું કે, “વન્‍ય જીવોનું નૈસર્ગિક રહેઠાણ વૃક્ષો -જંગલો છે. આપણી પ્રાચીન સંસ્‍કૃતિ વન્‍યપ્રાણીઓનું જતન કરતાં શીખવે છે. પર્યાવરણને જીવંત રાખવાના પ્રયાસોની સાથે વન્‍ય પ્રાણીઓને બચાવવાની, તેમને સંરક્ષિત પણ આપણી મુખ્ય ફરજ છે.” એમ જણાવી તેમણે પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરનાર સહયોગી સંસ્‍થાઓને બિરદાવી હતી.

સાંસદએ પ્રકૃત્તિને સંતુલિત રાખવા વન્યજીવો સાથે માનવજાતિએ સાયુજ્ય સાધવું જરૂરી છે એવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા ઉમેર્યું કે, વન્ય જીવો સાથે માનવીનો સંઘર્ષ નિવારવા જનજાગૃતિ અતિ જરૂરી છે. વન્યજીવો આપણા મિત્રો છે એવી જાગૃતિ બાળકો, યુવાનોમાં પહોંચે એવા સહિયારા પ્રયાસો કરવા સૌને અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે વાંસને ઝાડની વ્યાખ્યામાંથી બહાર કરી વિશાળ ઘાસનો દરજ્જો આપ્યો છે.જેથી વાંસ હવે એક પ્રકારનું ઘાસ હોવાથી તેને સરકારની પરવાનગી વિના કાપી શકાય છે અને વેચાણ કરી શકાય છેએમ પણ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમાર (IFS)એ કહ્યું કે, નવરાત્રિની ઉજવણી લોકો જે ઉત્સાહથી કરે છે એવા જ ઉત્સાહથી દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થવી જોઈએ કારણ કે વન્યજીવોના જતન-સંરક્ષણમાં જનભાગીદારી પ્રાથમિક શરત છે. તેમણે પ્રકૃતિના રક્ષણ માટે વનવિભાગ અને સામાજિક સંસ્થાઓ, મીડિયા પ્રતિનિધિઓએ ખભે-ખભા મિલાવી ટીમ વર્કથી કાર્ય કરવા અપીલ કરી હતી.

નાયબ વન સંરક્ષક આનંદકુમાર (IFS)એ જણાવ્યું કે, જંગલો અને જંગલ જીવોને સાચવવાએ સભ્ય નાગરિક તરીકે આપણી સૌની સહિયારી જવાબદારી છે. વન્ય જેવો પ્રકૃતિના અભિન્ન અંગ છે. એમ જણાવી સુરત વન વિભાગની પાયાની કામગીરીની વિગતો રજૂ કરી હતી. તેમજ સામાજિક સંસ્થાઓ, મીડિયાના સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button