નર્મદા

ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર કાકરપાડાની વચ્ચે કારચાલકે બાઈકસવારના માથેથી કાર હંકારતા મોત

ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર કાકરપાડા ની વચ્ચેથી પસાર થતાં ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા હાઇવે ઉપર ગતરોજ વસંત ગુલાબભાઈ રાઠવા ભવરીસાર સહિત છત્રસિંહ રહેગ્યાંભાઇ રાઠવા મોટરસાયકલ ઉપર સવાર થઈને સાગબારાથી ડેડીયાપાડા તરફ આવતા હતા. ત્યારે ગંગાપુર કાકરપાડાના વચ્ચેના હાઇવે રોડ ઉપર સફેદ કલરની ફોરવ્હિલ કારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે પૂરપાટ ઝડપે હંકારતા મોટરસાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ સવાર છત્રસિંહ રહેગ્યા ભાઈ રાઠવાના માથા ઉપર કારના પૈડા ફરિ વળતા તેનું અકસ્માત સ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત કરી મોટરસાયકલ સવારને મોતને ઘાટ પહોંચાડી કારચાલક પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો.

અકસ્માતના આ ગુનામાં ડેડીયાપાડા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અક્સ્માત કરી મોટરસાયકલ સવારને મોતને ઘાટ ઉતારનાર કારચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button